કપિલ શર્માને તેમનો જમાઈ બનાવવા માંગતા ન હતા ગિન્ની ના પિતા, એક કોલએ બદલી હતી તેની જિદગી વાંચો

  • પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા તાજેતરમાં જ બીજી વખત પિતા બન્યો છે.તેમની પત્ની ગિન્ની ચતરથ તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે.અગાઉ આ બંને અમાયરા નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા.કપિલ અને ગિન્નીએ ડિસેમ્બર 2018 ના રોજ સાત ફેરા લીધા હતા.બંને ઘણાં વર્ષો પહેલા એક બીજાને જાણતા હતા.ચાલો આજે તમને દંપતીની લવ સ્ટોરીથી પરિચિત કરીએ…
  • કપિલ શર્મા અને ગિન્ની ચતરથની મુલાકાત 2005 માં પ્રથમ વખત જાલંધરની એચએમવી કોલેજમાં થઈ હતી.અહીંથી આ બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઈ ગઈ હતી.જણાવી દઈએ કેઆ સમયે ગિન્ની ની ઉમર 16 વર્ષ હતી જ્યારે કપિલ શર્મા 24 વર્ષનો હતો. ગિન્ની જલંધરની એચએમવી કોલેજમાં વિદ્યાર્થી હતી અને તે દરમિયાન કપિલ પ્લે ડાયરેક્ટ કરતો હતો.આવી સ્થિતિમાં બંનેની મુલાકાત કોલેજમાં થઈ હતી.
  • કપિલ શર્મા પૈસા કમાવવા માટે પ્લે ડાયરેક્ટનું કામ કરતો હતો. એકવાર કપિલ શર્મા એક નાટકના ઑડિશન માટે ગિનીની કોલેજ પહોંચ્યો જ્યાં બંને પહેલી વાર મળ્યા ત્યારબાદ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા એવું કહેવામાં આવે છે કે નાટકની રિહર્સલ દરમિયાન ગિન્ની કપિલ માટે ઘરેથી ખોરાક પણ લાવતી હતી.ગિન્ની ને કપિલ અંદરથી ગમવા લાગ્યો.આ વાત તેણે ખુદ ઇન્ટરવ્યૂમાં જાહેર કરી હતી.
  • ગિન્ની અને કપિલ વચ્ચે મિત્રતા વધતી ગઈ અને બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા.બાદમાં કપિલે ગિન્ની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ ગિન્નીના પિતાએ આ સંબંધને મંજૂરી આપી ન હતી.હકીકતમાં કપિલ શર્માએ તેની માતાને બંનેના લગ્ન કરવા ગિનીના ઘરે મોકલ્યા હતા,પરંતુ ગિન્નીના પિતાએ આ સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ પાછળથી બધું બરાબર થઈ ગયું અને ટૂંક સમયમાં જ બંનેના લગ્ન થઈ ગયા.
  • મળતી માહિતી મુજબ 24 ડિસેમ્બર 2016 ના રોજ લગ્નના બે વર્ષ પૂર્વે કપિલે ગિન્નીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. ગિન્નીએ ત્યારે આ માટે ના પાડી હતી. બાદમાં બે વર્ષ પછી વર્ષ 2018 માં 12 ડિસેમ્બરે બંનેએ ધૂમધામથી લગ્ન કર્યા હતા.
  • 12 ડિસેમ્બર 2018 ના રોજ બંને તેમના લગ્નના એક વર્ષમાં જ પુત્રી અમાયરાના માતાપિતા બન્યા. ગિન્નીએ 10 ડિસેમ્બર 2019 ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તો તાજેતરમાં જ કપિલે એક નવા મહેમાન તરીકે પુત્રને આવકાર્યો છે.

Post a Comment

0 Comments