બોલીવુડના આ 8 સ્ટાર્સ સાથે લડાઈ કરવી પડી શકે છે મોંઘી, બધા છે માર્શલ આર્ટના માસ્ટર

 • બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ હીરો જેવી છાપ ધરાવે છે. ઘણા કલાકારોમાં એકસ્ટ્રા ટેલેન્ટ પણ હોય છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા છે જે માર્શલ આર્ટના માસ્ટર છે. આજે આ લેખમાં અમે તમને બોલિવૂડના 8 એવા જ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સાથે લડાઈ ભારે પડી શકે છે. તો ચાલો જાણીએ અંતે તે 8 કલાકારો કોણ છે. આમાં અભિનેતાઓની સાથે અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે…
 • અક્ષય કુમાર…
 • સુપરસ્ટાર અક્ષય કુમારના સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટ્સના પ્રેમથી આખી દુનિયા વાકેફ છે. જવાનીના દિવસોમાં ખિલાડી કુમાર 'તાઈકવાન્ડો'માં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યા છે. અક્ષયે જ્યારે તેની બોલિવૂડ કેરિયરની શરૂઆત પણ કરી ન હતી ત્યારે 'તાઈકવાન્ડો'માં તેને તાલીમ લીધી હતી. આગળ જઈને તેને બૈકોફમાં માયા થાઈ માર્શલ આર્ટ્સનો અભ્યાસ પણ કર્યો હતો.
 • ટાઇગર શ્રોફ…
 • પોતાના શ્રેષ્ઠ ડાન્સ અને દમદાર સ્ટન્ટ્સથી ટાઇગર શ્રોફ સારા સારાના હોશ ઉડાવી દે છે. વર્ષ 2014 માં બૉલીવુડ કરિયરની શરૂઆત કરનાર ટાઇગર 14 વર્ષની વયે માર્શલ આર્ટ્સ શીખતો હતો. કોરિયન માર્શલ આર્ટ ફોર્મ 'તાઈકવાન્ડો'માં ટાઇગર પાંચમી ડિગ્રી બ્લેક બેલ્ટ હોલ્ડર છે. જ્યારે તે મોર્ડન કુંગ ફુ, સિલાત, કલારિપયટટૂ અને ક્રાવ માંગા જેવી માર્શલ આર્ટ્સથી સારી રીતે પરિચિત છે.
 • અજય દેવગણ…
 • અજય દેવગન પોતાની પહેલી જ ફિલ્મ એક્શન સીનને કારણે પ્રખ્યાત થયા હતા. તે પોતાની ફિલ્મોમાં ધાંસુ એક્શનથી ગુંડાઓને ધૂળ ચાટતા કરે છે જોકે તે વાસ્તવિક જીવનમાં પણ એવું કરવા માટે સક્ષમ છે. વર્ષ 2014 માં 'સિંઘમ' અજય દેવગનને તાઈકવાન્ડો માસ્ટર્સ દ્વારા 'ડેન બ્લેક બેલ્ટ' એનાયત કરાયો હતો. એટલું જ નહીં અજય બોલિવૂડમાં માર્શલ આર્ટમાં ફાળો આપવા બદલ પણ બ્લેક બેલ્ટનું સન્માન મેળવી ચૂક્યા છે.
 • માધુરી દીક્ષિત…
 • 90 ના દાયકાની ખૂબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી રહેલી માધુરી દીક્ષિત પણ 'તાઈકવાન્ડો'માં સારી રીતે વાકેફ છે. માધુરી દીક્ષિત લગ્ન પછી ફિલ્મોમાંથી બ્રેક લઈને જ્યારે અમેરિકામાં શિફ્ટ થઈ ત્યાર બાદ આ કામમાં નિષ્ણાંત થઈ. આ સમય દરમિયાન તેમણે વિદેશમાં રહીને 'તાઈકવાન્ડો'માં તાલીમ લીધી હતી.
 • કંગના રનૌત…
 • બોલિવૂડમાં બોલ્ડ અને શાનદાર તસ્વીરથી લઈને ચર્ચામાં રહેતી કંગના રનૌતની સાથે પણ લડાઈ કરવી કોઈના માટે ભારે પડી શકે છે. તે પોતાની જુબાન થી જ નહિ પરંતુ શારીરિક તાકતથી પણ કોઈને પણ ધુળ ચાટતા કરે એવું દમ ખામ ધરાવે છે. તે એક ટ્રેન્ડ આર્ટિસ્ટ પણ છે
 • રાજકુમાર રાવ…
 • હિંદી સિનેમાના ઉભરતા સ્ટાર રાજકુમાર રાવ જોવામાં ખૂબ જ પાતળા દેખાય છે, પરંતુ તેમના શરીરને જોતા તેમની શક્તિનો ખ્યાલ મેળવવો તમને ભારે પડી શકે છે. તે બોલિવૂડમાં એન્ટ્રી લેતા પહેલા ખૂબ જ નાની ઉંમરે 'તાઈકવાન્ડો' ની ટ્રેનિંગ લઈ ચૂક્યા હતા.
 • નીતુ ચંદ્રા…
 • ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નીતુ ચંદ્રા તેની સુંદરતા સાથે એકદમ ફિટ પણ છે. 'તાઈકવાન્ડો'માં ચોથી ડિગ્રી ડેન બ્લેક બેલ્ટ તે પ્રાપ્ત કરી ચૂકી છે. સાથે જ તમને જણાવી દઈએ કે તે વર્ષ 1997 માં વિશ્વ તાઈકવાન્ડો ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચુકી છે. વર્ષ 2017 માં નીતુ દક્ષિણ કોરિયામાં વિશ્વ તાઈકવાન્ડો ચેમ્પિયનશીપનો ભાગ પણ રહી ચૂકી છે.
 • ઇશા કોપીકર…
 • ઇશા કોપીકરે પણ આ કાર્યમાં નિપુણતા મેળવી છે. તે પણ તાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવી ચૂકી છે. તે ઘણીવાર એક્સરસાઇઝ કરતી વખતે તાઈકવોન્ડોની પ્રેક્ટિસ કરતી પણ જોવા મળે છે.

Post a Comment

0 Comments