ઇડીએ બીએસપીના ભૂતપૂર્વ એમએલસી મોહમ્મદ ઇકબાલની 7 સુગર મિલો કરી કુર્ક, જેની કિંમત છે 1000 કરોડથી પણ વધુ

  • પૂર્વ બસપા એમએલસી મોહમ્મદ ઇકબાલ સામે મની લોન્ડરિંગ કેસમાં યુપીમાં સાત સુગર મિલોને કુર્ક કરવામાં આવી છે. આ માહિતી ઇડીના એક અધિકારીએ આપી હતી. આ સાત સુગર મિલોની કિમત રૂપિયા 1097 કરોડથી વધુ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ સુગર મિલો યુપીના કુશીનગર, બરેલી, દેવરિયા, હરદોઇ અને બારાબંકી જિલ્લામાં આવેલી છે. તેની કિમત 10,97,18,10,250 રૂપિયા છે.

  • એજન્સીએ જણાવ્યું હતું કે, "આ મિલોને ઇસબાલ અને તેના પરિવારને 2010-11માં એક ડિસઇન્વેસ્ટમેન્ટ / વેચાણ પ્રક્રિયા દ્વારા માત્ર 60.28 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી." ઇડીનો આરોપ છે કે આ મિલો શેલ કંપનીઓના નામે ખરીદવામાં આવી છે. તેમાં નમ્રતા માર્કેટિંગ પ્રા.લિ. અને ગિરીશો કંપની પ્રા.લિ. લિમિટેડ ના નામો સામેલ છે જે ઇકબાલ અને તેના પરિવારના અંદર છે.

  • ઇડીના જોઇન્ટ ડાયરેક્ટર (લખનઉ) રાજેશ્વરસિંહે કહ્યું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને કેટલાક વધુ લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીએ ગત વર્ષે ઓક્ટોબરમાં બીએસપીના ભૂતપૂર્વ એમએલસીના પરિસરમાં દરોડા પાડ્યા હતા.

  • એસ.એફ.આઈ.ઓ દ્વારા નોંધાયેલી ફોજદારી ફરિયાદ અને સીબીઆઈ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન અને સુગર મિલ વેચવાના કેસની નોંધ લેતાં ઇડીએ મોહમ્મદ ઇકબાલ અને અન્ય સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. 2016 માં, એક જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ઇકબાલ અને અન્ય લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

  • 2007 થી 2012 વર્ષ દરમિયાન, યુપીમાં બસપાનું શાસન હતું. આ સમયગાળા દરમિયાન, 11 સુગર મિલો ખાનગી કંપનીઓને વેચી દેવામાં આવી હતી. આ મિલો નજીવા ભાવે વેચાઇ હતી, જેના પર મોટો હોબાળો થયો હતો. આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપવામાં આવી હતી. તપાસમાં મોહમ્મદ ઇકબાલ સહિત ઘણા લોકોના નામ બહાર આવ્યા છે. તપાસમાં ભૂતપૂર્વ બસપા એમએલસીની અનેક બેનામી સંપતિઓ બહાર આવી હતી. સહારનપુરમાં 700 એકરમાં બનેલ ગ્લોકલ યુનિવર્સિટી અને મસૂરીની એક લક્ઝુરિયસ હોટલ ઉપરાંત, દહેરાદૂનમાં એક હોટલ સહિત ઘણી જગ્યાએ મિલકત મળી આવી છે.

Post a Comment

0 Comments