બોલિવૂડની આ 6 અભિનેત્રીઓનું ઘમંડ માથે ચઢીને બોલે છે, સલમાન પણ નહી રહે પાછળ, કરી હતી આવી હરકતો

 • તાજેતરમાં બિગ બોસ 14 નો કિતાબ પોતાના નામે કરનારી રુબીના દિલૈકની વર્તણૂકની સોશિયલ મીડિયા પર તેમની ઉગ્રતાથી ટીકા થઈ રહી છે. તેને ઘમંડી પણ કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં તાજેતરમાં જ જ્યારે રુબીનાને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી ત્યારે તેણે પાપારાઝી સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો. હવે લોકો કહી રહ્યા છે કે થોડા ફેન્સ મળતાની સાથે જ તેને ઘમંડ આવી ગયો છે. પરંતુ તમને જણાવી દઈએ કે આની પહેલા પણ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ લોકો સાથે બેદરકારીથી વર્તી ચૂક્યા છે. આજે એવાજ કોઈક પ્રખ્યાત સ્ટાર્સ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
 • કંગના રનૌત..
 • અભિનેત્રી કંગના રનૌત તેમની તીવ્ર વલણ માટે જાણીતી છે. તે બધાજ મુદા પર અવિવેકથી બોલવાનો જુસ્સો રાખે છે. કેટલીકવાર પોતાના નિવેદનોથી કંગના તેના ચાહકોને ને ખુશ કરે છે તો કેટલીક વાર તેને ટ્રોલ પણ થવું પડે છે. એકવાર અભિનેત્રીએ તમામ ફ્લાઇટના એટેન્ડન્ટ્સને પરેશાન કરી દીધા હતા . માહિતી મુજબ એક વાર સતત જમવા માટે એર હોસ્ટેસ્ટને કંગના પરેશાન કરતી હતી. કંગના વિશે એવા અહેવાલો પણ છે કે તે ઘણી વખત ફિલ્મના સેટ પર પણ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું છે.
 • મલ્લિકા શેરાવત…
 • બોલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાં શુમાર મલ્લિકા શેરાવતની અદાવો પ્રત્યે દરેક દિવાના છે. મલ્લિકાનો મામલો ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલ છે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તે પોતેજ શોટ ઓકે કરે છે જેનાથી ક્રૂ મેમ્બર્સ અને ડિરેક્ટરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે એક વખત મલ્લિકાએ એક આઇટમ સોંગમાં ગુલશન ગ્રોવર, રાજપાલ યાદવ, ઓમ પુરી અને જોની લિવર જેવા કલાકારો સાથે ડાન્સ કરવાની ના પાડી હતી. આ ફિલ્મ બિન બુલાઈ બારાત દરમિયાની વાત છે.
 • સલમાન ખાન…
 • અભિનેતા સલમાન ખાન તેના ગુસ્સા માટે જાણીતા છે. તે કેટલીકવાર મીડિયા સાથે ગેરવર્તન કરતાં દેખાયા તો ક્યારેક તે બોલિવૂડ સ્ટાર્સ સાથે નિરાશ બેઠેલા. જ્યારે સલમાને તેના ચાહકોને પણ નથી બક્ષ્યા કહેવામાં આવે છે કે એકવાર સલમાન ખાને તેમના એક ફેનને ફોટો લેવા બાબતે ધક્કો મારી દીધો હતો. તો એક વખત મુંબઈની સડક પર જ્યારે એક ચાહક તેનો ફોટો લઈ રહ્યો હતો તો અભિનેતાએ તેનો ફોન છીનવીને ફેંકી દીધો હતો. આ હરકતના કારણે સલમાનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
 • પ્રિયંકા ચોપડા…
 • હિન્દી સિનેમાથી લઈને હોલીવુડ સુધી દુનિયામાં પોતાનું નામ જીતનાર સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ આ દિવસોમાં સોશિયલ મીડિયા પરની હેડલાઇન્સમાં રહે છે. એકવાર પ્રિયંકાને ફ્લાઇટમાં પોતાના સહ-મુસાફર સાથે ગેરવર્તન કરતી જોવા મળી હતી. ખરેખર ફ્લાઇટ ટેક ઓફ સમયે પ્રિયંકા સતત પોતાના ફોન પર વાત કરી રહી હતી આવી સ્થિતિમાં એક મુસાફરથી રહી ન શકાયું અને તેમને પ્રિયંકાને આવું ન કરવા અને પોતનો ફોન બંધ કરવા કહ્યું. જવાબમાં અભિનેત્રીએ તે મુસાફર સાથે ગેરવર્તન કર્યું.
 • કરીના કપૂર ખાન…
 • હાલમાં જ પોતાના બીજા બાળકને જન્મ આપનારી સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રી કરીના કપૂર ખાન પણ હંમેશાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ કરતી રહે છે. જ્યારે કરીનાએ ફિલ્મ હિરોઇન સાઇન કરી હતી તો આ સાથે તેણે દિગ્દર્શક મધુર ભંડારકરની સામે શરત મૂકી હતી કે તે ફક્ત એ-લિસ્ટર અભિનેતા સાથે જ આ ફિલ્મમાં કામ કરશે. પરંતુ કરીનાની વિરુદ્ધ મધુર ફિલ્મમાં અભિનેતા ઇમરાન હાશ્મીની પસંદગી કરી લીધી હતી. કરીનાની શરત બાદ ઇમરાનને નીકળી જવું પડ્યું હતું . વળી, કરીનાને કારણે મધુરને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ બદલવી પડી હતી.
 • એશ્વર્યા રાય બચ્ચન…
 • બોલીવુડની ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણાતી એશ્વર્યા રાય બચ્ચન જ્યારે એકવાર કોઈ એનજીઓનાં ફંક્શનમાં પોતાની પુત્રી આરાધ્યા સાથે આવી હતી તો ફોટો સેશન દરમિયાન લોકોએ જે જોયું તે લોકોને બિલકુલ પસંદ ન આવ્યું. ખરેખર કાર્યક્રમમાં જ્યારે એક છોકરી આરાધ્યાની સામે આવીને ઊભી રહી તો એશ્વર્યાએ ત્તેને ધક્કો મારીને બાજુએ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર એશ્વર્યાની આ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. ચાહકોને એશ્વર્યાની આ હરકત જરાય પસંદ નહોતી આવી . તો ઘણી વાર એશ્વર્યા ફ્લાઇટમાં પણ જમવાથી લઈને નખરાં કરી ચૂકી છે.
 • કટરિના કૈફ…
 • પોતાના અભિનયથી લાખો-કરોડો દિલ જીતનારી જાણીતી અભિનેત્રી કેટરિના કૈફના નખરાં પણ કંઇ ઓછા નથી. એકવાર ફ્લાઇટમાં કેટરિના એરહોસ્ટેસિસ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. ખરેખર કેટરિના ફ્લાઇટમાં સીટ બેલ્ટ વિના સૂઇ રહી હતી. જ્યારે એરહોસ્ટેસ ની નજર કેટરીના પર પડી ત્યારે તેણે અભિનેત્રીને ઊંઘમાંથી સીટ બેલ્ટ માટે ઉઠાડી દીધી. પરંતુ કેટરિના તેમના પર ગુસ્સે થઈ ગઈ. કેટરિનાએ એરહોસ્ટેસને ઘણો ઠપકો આપ્યો. પોતાની ભૂલનો અહેસાસ થતાં એરહોસ્ટેસે અભિનેત્રીની માફી માંગી લીધી. ત્યારે જઈને મામલો શાંત પડ્યો.

Post a Comment

0 Comments