પ્રેમ ખરેખર આંધળો હોય છે, આ 6 અભિનેત્રીઓને જ જોઇ લો, તેમના પતિ છે ચાર-ચાર સંતાનોના પિતા

 • બોલીવુડની ફિલ્મોમાં ઘણી વાર આપણે મેળ ન ખાતા કપલ્સને જોયા છે. આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલે છે. ફિલ્મ દરમિયાન ખબર નહી કયા અભિનેતાને કઈ અભિનેત્રી સાથે પ્રેમ થઈ જાય .ના તો કોઈ ઉમર જુએ છે ના કોઈ કોઇનું સ્ટેટ્સ. આવી જ કહાનીઓ આપણને વાસ્તવિક જીવનમાં પણ જોવા મળે છે. બોલિવૂડમાં પ્રેમની આવી ઘણી કહાનીઓ છે સાબિત કરે છે કે પ્રેમ આંધળો હોય છે.
 • આજે અમે તમને બોલીવુડની આવી જ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે પ્રેમની ધૂનમાં લાગીને બધુંજ ભુલાવી દીધું અને કોઈએ બે તો કોઈએ ત્રણ ચાર બાળકોના પિતા સાથે લગ્ન કરી લીધા. આમાં ઘણા નામો રસપ્રદ પણ છે.
 • જયા પ્રદા
 • 80 ના દાયકામાં અભિનેત્રી જયા પ્રદાનું નામ હતું. તેમણે વર્ષ 1986 માં ફિલ્મ નિર્માતા શ્રીકાંત નહાટા સાથે લગ્ન કર્યા હતા. જયા પ્રદા અને શ્રીકાંત નહાટાના લગ્ન તે સમયગાળાના સૌથી વિવાદિત લગ્નમાંથી એક રહ્યા હતા. નિર્માતા શ્રીકાંત નહાટાના લગ્ન થઇ ગયેલા હતા અને તેમને ત્રણ બાળકો પણ હતા. તેમણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના ફરીથી લગ્ન કર્યા હતા. જયા પ્રદાને આ લગ્નમાંથી ઘણું સાંભળવું પડ્યું હતું. જયાને પોતાનું કોઈ સંતાન નથી. તેમણે પોતાની બહેનના પુત્રને દત્તક લીધો છે.
 • હેમા માલિની
 • હેમા માલિની પોતાના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેમના ચાહકોની સંખ્યા લાખોમાં હતી. તેમની સાથે લગ્ન કરવાના સપના સંજીવ કુમાર અને જીતેન્દ્ર જેવા અભિનેતાવોએ પણ જોયા હતા. આ અભિનેતાઓ જ્યારે કુંવારા હતા તે સમયે તેમનું દિલ હેમા પર આવ્યું હતું. પરંતુ ડ્રીમ ગર્લ નું દિલ પરણિત અને ચાર છોકરાના પિતા ધર્મેન્દ્ર પર આવ્યું. જ્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિનીનાં લગ્ન થયાં, ત્યારે ધર્મેન્દ્રનો મોટો પુત્ર 23 વર્ષીય સની દેઓલ બોલિવૂડમાં પ્રવેશવાની તૈયારીમાં હતો.
 • શબાના આઝમી
 • શબાના આઝમીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. શબાના આઝમીએ લેખક જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા. જાવેદ અખ્તર પહેલાથી જ હની ઇરાની સાથે લગ્ન કરી ચૂક્યા હતા. આ સિવાય તે બે બાળકો ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરના પિતા પણ બની ગયા હતા. શબાના આઝમીને પણ તેના પોતાના બાળકો નથી. ફરહાન અને ઝોયા તેમને સગીમાં ની જેમ જ આદર આપે છે. શબાના આઝમીના પિતા પ્રખ્યાત કવિ કૈફી આઝમી પણ આ લગ્નથી ઘણા વિરુદ્ધ હતા.
 • શ્રીદેવી
 • શ્રીદેવી જેટલી સુંદર હતી એટલીજ વિવાદિત તેમની જીંદગી પણ હતી. શ્રીદેવીને 'હોમ બ્રેકર'નો ટેગ અપાયો હતો. શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોનીએ તેની પહેલી પત્ની મોના સાથે છૂટાછેડા લઈને લગ્ન કર્યા હતા. બોની પહેલાથી જ બે બાળકો અર્જુન અને અંશુલા કપૂરનો પિતા પણ હતો. એ બંનેને જ દુનીયાના અપશબ્દો અને કટાક્ષ સાંભળવા મળ્યા હતા.
 • શિલ્પા શેટ્ટી
 • શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બંને પ્રખ્યાત કપલ છે. તેમની જોડી જોવાથી જ બને છે. શિલ્પા પણ રાજ કુંદ્રાની બીજી પત્ની છે. એ તો દુનિયા જાણે છે કે રાજે પોતાની પહેલી પત્ની કવિતાને છૂટાછેડા આપીને શિલ્પા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ શું તમે જાણો છો રાજની એક પુત્રી દેલેના કુંદ્રા પણ છે. શિલ્પાના આવ્યા પછી રાજ પોતાની પુત્રીને જ ભૂલી ગયા .

 • કરીના કપૂર
 • કરીના કપૂરનું જવાનીના દિવસોમાં ઘણા અભિનેતાઓ સાથે નામ સંકળાયુ, પરંતુ તેમનું દિલ આવીને અટક્યું તો નાના નવાબ સૈફ અલી ખાન પર આવીને. કરીના અને સૈફની લવ સ્ટોરી ફિલ્મ 'ટશન' ના સેટ પર શરૂ થઈ હતી. કરીનાનું નામ શાહીદ કપૂર સાથે પણ સંકળાયેલું હતું. આ પછી કરીનાએ છૂટાછેડા લીધેલા અને બે સંતાનોના પિતા સૈફનો હાથ થામી લીધો હતો.સૈફ અલી ખાન ઉમરમાં પણ કરીના કપૂર કરતા 11 વર્ષ મોટા છે.

Post a Comment

0 Comments