આ 6 લોકો સાથે રહ્યું હતું એશ્વર્યા રાયનું અફેર, કેટલાયના દિલ તોડીને કર્યા હતા અભિષેક બચ્ચન સાથે લગ્ન

 • બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા રાયની ફિલ્મી કેરિયર શ્રેષ્ઠ રહી છે. એશ્વર્યા રાય ભારતની લોકપ્રિય અને હાઈપ્રોફાઇલ હસ્તીઓમાંથી એક માનવામાં આવે છે. એશ્વર્યા રાયે તેની સુંદરતા અને શાનદાર અભિનયથી લાખોનું દિલ જીતી લીધું છે. આપણે બધા જાણીએ છીએ કે,એશ્વર્યા રાય એ "બચ્ચન પરિવાર" ની પુત્રવધૂ છે. એશ્વર્યા રાય અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી ચૂકી છે. તેમનું લગ્ન ભારતનાં એક હાઈ-પ્રોફાઇલ લગ્નમાં નું એક હતું જેમાં ફક્ત થોડા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.તેમના લગ્ન તમામ રિવાજો સાથે સંપન્ન થયા હતા.
 • આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે અભિષેક બચ્ચન એ એશ્વર્યા રાયના જીવનમાં આવેલ પ્રેમ નથી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દબંગ અભિનેતા સલમાન ખાન સાથેની એશ્વર્યા રાયની લવ સ્ટોરી થોડા સમય પહેલા હેડલાઇન્સમાં હતી પરંતુ બાદમાં તેઓ છૂટા પડ્યા પરંતુ એશ્વર્યા અને સલમાનના પ્રેમની વાતો આજે પણ થાય છે. જો કે, સલમાન પણ એશ્વર્યાનો પહેલો પ્રેમ નથી. આજે અમે તમને આ લેખ દ્વારા એશ્વર્યા રાયના દિલમાં જે લોકો આવ્યા છે તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
 • રાજીવ મૂળચંદની
 • એશ્વર્યા રાયના જીવનમાં પ્રથમ વ્યક્તિ આવી હતી તે રાજીવ મૂળચંદની હતી. એશ્વર્યા રાય જ્યારે મોડેલિંગમાં કરિયર બનાવવા માટે રોકાયેલી હતી, તે જ સમયે રાજીવ મૂળચંદની તેમના જીવનમાં આવ્યો હતો. ધીરે ધીરે બંને વચ્ચેની નિકટતા વધવા લાગી, પરંતુ જ્યારે એશ્વર્યા રાયએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો, ત્યારે તે રાજીવ મૂળચંદનીથી દૂર થઈ ગઈ. તેમનો સંબંધ લાંબો ચાલ્યો ન હતો અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.
 • હેમંત ત્રિવેદી
 • એશ્વર્યા રાયનું નામ થોડા સમય પહેલા ફેશન ડિઝાઇનર હેમંત ત્રિવેદી સાથે પણ સંકળાયેલું હતું. તમને જણાવી દઈએ કે જ્યારે એશ્વર્યા રાયએ તેના માથા પર મિસ વર્લ્ડનો તાજ પહેર્યો હતો, તે દરમિયાન હેમંત ત્રિવેદીનો ડિઝાઇન કરેલૂ ગાઉન એશ્વર્યા એ પહેર્યું હતું.
 • અક્ષય ખન્ના
 • અક્ષય ખન્નાએ પણ અભિનેત્રી એશ્વર્યા રાય પર દિલ લગાવ્યું હતું. સમાચારો અનુસાર એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’ ના શૂટિંગ દરમિયાન આ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. અક્ષય ખન્ના અને એશ્વર્યાએ ફિલ્મ‘તાલ’માં સાથે કામ કર્યું હતું.અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન માટે એશ્વર્યા રાયે અક્ષય ખન્નાને તેના જીવનમાંથી દૂર કરી દીધો હતો.
 • સલમાન ખાન
 • એક સમય હતો જ્યારે સલમાન ખાન અને એશ્વર્યા રાય એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. માત્ર એ જ નહીં,પણ સાથે રહેવા માટે વચન પણ આપ્યું હતું.આ બંનેના પ્રેમની શરૂઆત ફિલ્મ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગથી થઈ હતી. તે દિવસોમાં,આ બંનેની લવ સ્ટોરી સમાચારોમાં ખૂબ ચાલી હતી. બધાને લાગ્યું કે એશ્વર્યા અને સલમાન લગ્ન સુધી પોતાનો પ્રેમ લઈ જય શકે છે, પરંતુ નસીબ કંઈક બીજું હતું. સલમાન ખાનના વર્તનને કારણે એશ્વર્યા રાયએ તેની સાથે બ્રેકઅપ કર્યું હતું.
 • વિવેક ઓબરોય
 • એશ્વર્યા રાયનું નામ અભિનેતા વિવેક ઓબેરોય સાથે પણ જોડાયેલું છે. એવું કહેવામાં આવે છે કે વિવેક ઓબેરોય અને એશ્વર્યા એકબીજાને લઈને ઘણા ગંભીર હતા. થોડા સમય પહેલા આ બંનેની લવ સ્ટોરી એ ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. સલમાન ખાનના બ્રેકઅપ પછી એશ્વર્યા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. પછી વિવેક ઓબેરોય તેમનો ટેકો બન્યો.‘ક્યા હો ગયા ના’ ફિલ્મ દરમિયાન વિવેક અને એશ્વર્યા રાય એકબીજાની નિકટ આવ્યા અને ધીરે ધીરે આ બંને વચ્ચેનું અંતર નજીક આવવા લાગ્યું.
 • વિવેક ઓબેરોય સંપૂર્ણપણે એશ્વર્યા રાયના પ્રેમમાં પડી ગયો. અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે વિવેક ઓબેરોયને સલમાન ખાન તરફથી ધમકીભર્યા કોલ આવતા હતા, ત્યારબાદ વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ બાદ એશ્વર્યા રાય વિવેકથી દૂર થઈ ગઈ હતી અને આખરે તેમનો સંબંધ તૂટી ગયો હતો.
 • અભિષેક બચ્ચન
 • તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયે આખરે વર્ષ 2007 માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આરાધ્યા બચ્ચન નામની બંનેની એક સુંદર પુત્રી છે. આરાધ્યા ઘણીવાર તેની ક્યુટનેસને કારણે હેડલાઇન્સમાં રહે છે.

Post a Comment

0 Comments