અપનાવો ગણેશજીના આ 5 અદ્ભુત ઉપાયો, ધન લાભથી લઈને સાંસારિક સુખ સુધીની બધી ઇચ્છાઓ થશે પૂરી

 • ગણપતિ બાપ્પાને આપણે બધા વિઘ્નહર્તાના નામથી પણ જાણીએ છીએ. એવું કહેવામાં આવે છે કે જો તમે ગણેશજીને પ્રસન્ન કરવામાં સફળ થશો તો તમારા જીવનના બધા વિઘ્ન એટલે કે સમસ્યાઓનું નિવારણ થાય છે. જીવનના દરેક રસ્તા પર કેટલીક મુશ્કેલીઓ આવતી જ રહે છે. જો તમે આ અવરોધોને સરળતાથી દૂર કરીને તમારા ધ્યેય સુધી પહોંચવા માંગો છો તો ગણપતિજી તમને મદદ કરી શકે છે. તેમ છતાં માન્યતા છે કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીના પૂજા પાઠ જરૂર કરવી જોઈએ. તેનાથી તે કાર્ય સારી રીતે સંપન્ન થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ગણેશજીને પ્રસન્ન કરવાના કેટલાક વિશેષ ઉપાય જણાવવાના છીએ .
 • મસ્તક પર લગાવો પાંચ દુર્વા
 • જો તમે હંમેશાં ગણેશજીના આશીર્વાદ મેળવવા ઇચ્છતા હોવ તો દરરોજ સ્નાન કર્યા પછી પૂજા દરમિયાન ગણેશજીને પાંચ દુર્વા (લીલુ ઘાસ) ચઢાવવું જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે એ દૂર્વા ગણેશજીના ચરણોમાં નહીં પરંતુ મસ્તક પર રાખવાનું છે. ચરણોમાં દુર્વા નથી ચઢાવાતી. દુર્વા અર્પણ દરમિયાન 'इदं दुर्वादलं ऊं गं गणपतये नमः' મંત્રનો જાપ પણ કરો.
 • શમીનો છોડ
 • શાસ્ત્રો અનુસાર શમીના છોડથી તમે ગણેશજી અને શનિદેવ બંનેને પ્રસન્ન કરી શકો છો. એવું પણ માનવામાં આવે છે કે શ્રીરામે રાવણ સામે જીત મેળવવા માટે શમીના છોડની પૂજા કરી હતી. શમીના છોડના પાંદડા ગણેશજીને પસંદ છે. એટલા માટે જો તમે તેના થોડાક પાન ગણેશજીને અર્પણ કરો છો તો તમારી ખુશી વધશે. આ સિવાય ધનની આવક પણ વધવા માંડે છે.
 • પવિત્ર અક્ષત (ચોખા)
 • ગણેશને પવિત્ર અક્ષત (ભાત) અર્પણ કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. પવિત્ર ચોખા એટલે એવા ચોખા જે ક્યાંયથી તૂટેલા ન હોય. એક વાતનું ધ્યાન રહે કે તમારે આ ચોખા પલાળીનેજ ચઢાવવા જોઈએ ગણેશજીને સુકા ચોખા ચઢાવતા નથી. બાફેલા ચોખા અર્પણ કરતી વખતે 'इदं अक्षतम् ऊं गं गणपतये नमः' મંત્રનો 3 વાર જાપ જરૂર કરો.
 • લાલ સિંદૂર
 • ગણેશજીની પૂજામાં તેમના કપાળ પર લાલ સિંદૂર લગાવો. આ પછી પોતાના માથા પર તે જ સિંદૂરથી તિલક લગાવો આવું કરવાથી ગણેશ કૃપા હંમેશાં તમારી સાથે રહે છે. આ તિલક તમને મુશ્કેલીઓથી પણ દૂર રાખે છે. તિલક લગાવતી વખતે તમે આ મંત્રનો જાપ કરી શકો છો 'सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नम:'.
 • લાડુ
 • લાડુ ગણેશજીનું પ્રિય ભોજન માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે પરશુરામ સાથે યુદ્ધમાં ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. આને કારણે તેમને ચાવવાની તકલીફ થતી હતી. લાડુ ખૂબ નરમ હોય છે. તે મોઢામાં જતાં જ ઓગળી જાય છે. તેથી તેમને પ્રસાદી તરીકે અર્પણ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. એકવાર ગણેશજી પ્રસન્ન થયા પછી તે તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે.
 • તમે આ બધા ઉપાય કોઈપણ દિવસે અથવા રોજ કરી શકો છો. જો કે બુધવારે આ તમામ ઉપાયોનું મહત્વ વધી જાય છે.

Post a Comment

0 Comments