ગરુણ પુરાણ મુજબ ક્યારેય ન કરો આ 5 ભૂલો નહીંતર જીવનમાં વધવા માંડશે મુશ્કેલીઓ

 • મનુષ્ય વારંવાર તેમનું જીવન સુધારવા માટે વિવિધ પ્રયત્નો કરે છે પરંતુ ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવતી રહે છે. લાખ પ્રયાસ કર્યા પછી પણ વ્યક્તિ તેના જીવનની મુશ્કેલીઓથી છૂટકારો મળતો નથી. તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અને પુરાણોમાં આવી ઘણી વાતો કહેવામાં આવી છે જેની પર જો વ્યક્તિ ધ્યાન આપે છે તો પોતાનું જીવન સુખી બનાવી શકે છે. ગરૂણ પુરાણમાં મનુષ્યના જીવનમાં આવનારી મુશ્કેલીઓ અને સુખી જીવન જીવવા વિષેની ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 • જો તમે ગરુડ પુરાણમાં ઉલ્લેખિત નીતિઓનું પાલન કરો છો તો તમારો સમય હંમેશા સારો રહેશે. એટલું જ નહીં પરંતુ ધનની દેવી માતા લક્ષ્મીજીની પણ કૃપા દ્રષ્ટિ હમેંશા રહેશે. જો તમે ઇચ્છો છો કે સમાજમાં તમારું માન અને સન્માન હંમેશા બની રહે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો ગરુડ પુરાણમાં ઉલ્લેખિતઆ ભૂલો જીવનમાં ક્યારેય ન કરો.
 • શ્લોક
 • दाता दरिद्र: कृपणोर्थयुक्त: पुत्रोविधेय: कुजनस्य सेवा।
 • परापकारेषु नरस्य मृत्यु: प्रजायते दुश्चरितानि पञ्च।।
 • ગરીબ થઈને દાની બનવાવાળા લોકો હંમેશાં રહે છે દુખી
 • ઉપરોક્ત શ્લોકની અનુસાર જો કોઈ વ્યક્તિની આવક ઓછી છે .જો ઘરમાં પૈસાની અછત ચાલી રહી છે તો આવી સ્થિતિમાં વ્યક્તિને વિચારપૂર્વક દાન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેમની શક્તિ કરતાં વધુ દાન કરે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં હંમેશાં દુખી રહે છે.
 • ધન હોવાથી કંજુસ બનેલા લોકોને નથી મળતું માન -સન્માન
 • ગરુડ પુરાણની આ નીતિ મુજબ જો કોઈ વ્યક્તિ ધનવાન છે તેની પાસે પૈસાની અછત નથી પરંતુ દાન આપવામાં તે વ્યક્તિ બધાથી વધારે કંજુસી કરે છે. જો જરૂરિયાતમંદ લોકોને પૈસા આપવાના બદલે તે પૈસા બચાવવા વિશે વિચારતા રહે છે તો આવી વ્યક્તિઓને સમાજમાં માન સન્માન મળતું નથી. એટલું જ નહીં પરંતુ તેમના પરિવારજનોને પણ માન સન્માન નથી મળી શકતું.
 • સંસ્કારી સંતાન ન હોય તો સમાજમાં બને છે અપમાનનું કારણ
 • ગરુડ પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિના સંતાન સારા સંસ્કારવાળા છે તો તે વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે.એટલું જ નહીં પરંતુ આખા કુટુંબનું નામ રોશન કરે છે. પરંતુ જે વ્યક્તિનું બાળક સારા સંસ્કાર વાળું નથી તો તે સમાજમાં વ્યક્તિ માટે અપમાનનું કારણ બને છે. તેથી હંમેશાં બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ
 • ખરાબ લોકોના સાથથી માન સન્માન થાય છે ઓછું.
 • ગરુણ પુરાણ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ખરાબ લોકોની સાથે રહે છે તો તેની અસર તેના પર પડે છે. ખરાબ સંગતને કારણે માન સન્માન ઓછું થાય છે. તેથી માણસે કદી અન્યાયી અને ખરાબ લોકો સાથે નહીં રહેવું જોઈએ ખરાબ લોકોને કોઈ પણ કામમાં સાથ ન આપવો
 • બીજાને નુકસાન પહોંચાડવું
 • જેમ કે આપણે બધા જાણીએ છીએ આ દુનિયામાં આવા ઘણા લોકો છે જેઓ પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડે છે પરંતુ આને કારણે સમાજમાં માન અને સન્માન ઓછું થઇ જાય છે. આટલું જ નહીં પરંતુ તેઓ તેમના પરિવારને પણ નુકસાન પહોંચાડે છે. તેથી ક્યારેય પણ તમારા ફાયદા માટે બીજાને નુકસાન ન પહોંચાડો.

Post a Comment

0 Comments