બોલિવૂડ ના આ 4 સ્ટાર્સની એક ભૂલ તેમને પડી મોંધી, પૂરી કારકિર્દી થઈ ગઈ બરબાદ

  • સફળતા મેળવવા કરતાં તેને જાળવી રાખવી મુશ્કેલ છે.અને ઘણી વખત એક નાની ભૂલ મોટી સાબિત થાય છે અને સફળતા હાથમાંથી જતી રહે છે.ફિલ્મ જગતમાં આવા ઘણા દાખલા છે,જે જબરદસ્ત સફળતા મળી,પણ આ લોકો તેને જળવી રાખવામા સફળ રહ્યા નહીં અને ધીરે ધીરે નિષ્ફળતાના માર્ગે જતાં રહ્યા
  • વિવેક ઓબેરોય
  • આપને જણાવી દઈએ કે ફિલ્મ 'કંપની' થી મોટા પડદે આવનાર વિવેક ઓબેરોય બોલિવૂડ સ્ટાર બન્યો હતો.જોકે,વિવેકની કશ્તી ડૂબવા માંડી હતી જ્યારે તે બોલિવૂડની સુંદરતા એશ્વર્યા રાય સાથે પ્રેમમાં પડ્યો હતો.અને તે પછી એશના પ્રેમના ચક્કરમાં વિવેકે સલમાન ખાન સાથે દુશ્મનાવટ કરી અને એજ દુશમનાવટ તેની કારકિર્દી માટે હાનિકારક બનવા લાગી હતી.ધીરે ધીરે વિવેકને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થયું અને તે પડદા પરથી ગાયબ થવા લાગ્યો.
  • શક્તિ કપૂર
  • શક્તિ કપૂર બોલિવૂડના 90 ના દાયકામાં જબરદસ્ત સફળતા હાંસલ કરી હતી.વિલનની ભૂમિકા હોય કે કોમેડી ભૂમિકા,શક્તિ કપૂર દરેક રોલમાં ફિટ રહેતો હતો અને હિટ હતો,તેમ છતાં તેની કાસ્ટિંગ કાઉચ સ્કેડલ માં ફસાવું શક્તિ કપૂરના સ્ટારડમ માટે વિલન સાબિત થઈ.તે જ સમયે,2005 માં,એક ન્યુઝ ચેનલે શક્તિ કપૂરનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું,સ્ટ્રગલિંગ એક્ટ્રેસ સાથે વાત કરતો હતો જેમાં તે તેની કારકીર્દિને આગળ વધારવા માટે કોમ્પરોમાઈજ કરવાની વાત કરી હતી આ પછી જ શક્તિ કપૂરની કારકિર્દી નીચે આવવાની શરૂ થઇ.
  • ફરદીન ખાન
  • તમને જણાવી દઈએ કે ફરદીન ખાનની સ્થિર કારકિર્દી તેમની વ્યસનની ટેવને કારણે બરબાદ થઈ ગઈ હતી. હકીકતમાં, જ્યારે ફરદીન ઉદ્યોગનો ઉભરતો તારો હતો,ત્યારે તે જ દિવસોમા ડ્રગ્સ (કોકેન) લેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.ધીરે ધીરે,તેને સામાન્ય ફિલ્મોની ઑફર મળવાનું શરૂ થયું અને તે ગુમનામી ના જીવનમાં ખોવાઈ ગયો.ફરદીને હવે અભિનયમાંથી નિવૃત્તિ લીધી છે.
  • મનીષા કોઈરાલા
  • એક સમય હતો જ્યારે મનીષા કોઈરાલાને ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી.પરંતુ મનીષા,જેને સ્ટારડમની લત લાગી હતી,તે પણ દારૂની વ્યસની હતી અને પરિણામ એ આવ્યું કે મનીષા કોઈરાલા પણ ધીરે ધીરે નિષ્ફળતા તરફ જવા માંડી.આને કારણે અભિનેત્રી મનીષા કોઈરાલાને ફિલ્મોમાં કામ મળવાનું ઓછું થઈ ગયું હતું.માદક દ્રવ્યોની ટેવને કારણે અભિનેત્રી મનીષાની કારકિર્દી ખતમ થવા લાગી.અને તેણે પોતાની કારકીર્દિને પોતે જ બરબાદ કરી દીધો.

Post a Comment

0 Comments