બોલિવૂડની આ 4 અભિનેત્રીઓ તેમના પતિના પહેલા લગ્નમાં હતી ખૂબ જ નાની, એક તો હતી માત્ર 1 વર્ષની

 • એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં રહેલા લોકો, જાતિ, ઉંમર અને ધર્મના બંધનોને ધ્યાનમાં લીધા વિના ફક્ત તેમના પ્રેમને પોતાનો બનાવવા માટે મહેનત કરે છે અને જ્યારે તેમને તે પ્રેમ મળે છે તો જાણે તેમને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ હોય તેવું લાગે છે અને આપણા બોલીવુડમાં પણ આવા ઘણા સ્ટાર્સ છે જે પ્રેમમાં પડ્યા પછી તેમની વયમર્યાદા ભૂલી ગયા છે અને તેમના પ્રેમને પોતાના બનાવી દીધા છે.
 • આજે અમે તમને બોલિવૂડના કેટલાક એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે જેમણે પોતાના પહેલા લગ્ન તોડ્યા છે અને બીજા લગ્ન કરી લીધા છે અને તે પણ તેમની ઉમર કરતાં અડધી ઉમરની છોકરીઓ સાથે અને આજે આ સ્ટાર્સ તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે તો ચાલો જાણીએ કયા કલાકારોનો સમાવેશ થાય છે આ યાદીમાં?
 • કિશોરકુમાર
 • બોલીવુડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક કિશોર કુમારનું નામ આ સૂચિમાં શામેલ છે અને કિશોર કુમારે તેમના જીવનમાં કુલ 4 લગ્નો કર્યા હતા તેમાંથી 1951 માં રૂમા ગુહા ઠાકુરતા સાથે તેમના પ્રથમ લગ્ન થયા હતા અને તે પછી 1960 માં તેમણે મધુબાલા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન બહુ ટકી શક્યા નહીં ત્યારબાદ તેણે ત્રીજા લગ્ન યોગીતા બાલી સાથે 1976 માં કર્યા અને આ લગ્ન પણ ફ્લોપ થયા પછી તેણે ચોથા લગ્ન 1980 માં લીનચંદાવરકર સાથે કર્યા અને વર્ષ 1986 માં કિશોર કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધી.
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે કિશોર કુમારે 1951 માં રૂમા ગુહા ઠાકુરતા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા તે વર્ષ પહેલા એટલે કે 1950 માં લીનાચંદાવરકરનો જન્મ થયો હતો અને આ રીતે જ્યારે કિશોરના પ્રથમ લગ્ન થયા હતા ત્યારે તેમની પત્ની લીનાચંદાવરકર માત્ર એક વર્ષની હતી.
 • ધર્મેન્દ્ર
 • બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નામ પણ આ સૂચિમાં શામેલ છે અને ધર્મેન્દ્રએ તેમના જીવનમાં બે લગ્ન કર્યા છે અને જ્યારે 1954 માં ધર્મેન્દ્રએ પહેલો લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યો ત્યારે તે સમયે હેમા માલિની જે આ સમયે ધર્મેન્દ્રની બીજી પત્ની છે તે માત્ર 6 વર્ષની હતી અને 1979 માં ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને હેમા માલિની સાથે લગ્ન કર્યા અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરને ડિવોર્સ આપ્યા વગર લગ્ન કરી લીધા અને આજે તે તેના પરિવાર સાથે ખુબ ખુશ જીવન જીવે છે.
 • સૈફ અલી ખાન
 • આ યાદીમાં નવાબ ખાન એટલે કે સૈફ અલી ખાનનું નામ પણ શામેલ છે અને સૈફએ અત્યાર સુધીમાં બે લગ્ન કર્યા છે જેમાં પહેલું લગ્ન વર્ષ 1991 માં અમૃતા સિંહ સાથે થયું હતું અને તે સમયે કરીના કપૂર ખાન માત્ર 11 વર્ષની હતી. તો સૈફે વર્ષ 2004 માં અમૃતાથી છૂટાછેડા લીધા બાદ તેણે 12 વર્ષ નાની કરીના કપૂર ખાન સાથે 2012 માં લગ્ન કર્યા હતા જે હાલમાં તેની પત્ની છે.
 • જાવેદ અખ્તર
 • આ સૂચિમાં બોલિવૂડના જાણીતા લેખક જાવેદ અખ્તરનું નામ પણ શામેલ છે અને તેમણે 1972 માં હની ઇરાની સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા સમય પછી તેમના છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ 1984 માં શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતા જેઓ તેમની ઉંમર કરતાં લગભગ 5 વર્ષ નાની છે.

Post a Comment

0 Comments