આ 3 રાશિના લોકોને શનિની સાંઢેસાતી કરશે પરેશાન, જાણો ક્યારે મળશે તેમાંથી મુક્તિ

  • શનિદેવ 29 એપ્રિલ 2022 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશવાના છે. શનિદેવના આ સંક્રમણથી ઘણી રાશિ પર શનિની સાંઢેસાતી લાગવાની છે. જેના કારણે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખરેખર આ સમયે શનિ ગ્રહ મકર રાશિમાં છે. આ રાશિમાં શનિદેવનું સંક્રમણ 24 જાન્યુઆરી 2020 ના રોજ થયું હતું. તે હવે આવતા મહિને શનિ આ રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે ધનુ, મકર અને કુંભ રાશિ પર શનિની સાંઢેસાતી ચડેલી છે. મિથુન અને તુલા રાશિ પર શનિની ધૈયા છે.
  • 29 મી એપ્રિલ 2020 ના રોજ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ ધનુરાશિ પરથી શનિની સાંઢેસાતીનો અંત આવશે. પરંતુ નોંધનીય બાબત એ છે કે શનિ 2022 માં વક્રી ચાલથી ચાલીને ફરીથી મકર રાશિમાં સંક્રમણ કરશે. શનિના મકર રાશિમાં વક્રી અને માર્ગી હોવાથી થોડા સમય માટે ધનુરાશિ પર સાંઢેસાતી લાગશે. જે વર્ષ 2023 સુધી થશે.
  • મકર રાશિ પર શનિની સાંઢેસાતી ચાલી રહી છે. જે વર્ષ 2025 સુધીમાં સમાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુશાર શનિ જે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે તે રાશિથી એક રાશિ પહેલા અને એક રાશિ પછી સુધી શનિની સાંઢેસાતીનો પ્રભાવ રહે છે. એટલે ત્રણ રાશિ પર શનિની સાંઢેસાતી અઢી- અઢી વર્ષ માટે રહે છે. શનિ જ્યારે મીન રાશિમાં સંક્રમણ કરશે ત્યારે મકર રાશિ ના લોકોને શનિની સાંઢેસાતીથી રાહત મળી જશે.
  • કુંભ રાશિ પર પણ આ સમય દરમિયાન શનિની સાંઢેસાતી ચાલી રહી છે. જે સંપૂર્ણપણે 23 જાન્યુઆરી 2028 ના રોજ દૂર થઈ જશે. કુંભ રાશિ પર શનિની સાંઢેસાતીનું પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. શનિ જ્યારે મેષ રાશિમાં આવશે ત્યારે કુંભ રાશિના લોકોને તેમાંથી મુક્તિ મળશે.
  • કરો આ ઉપાય શનિ રહેશે અનુકૂળ
  • જે રાશિઓ પર શનિની સાંઢેસાતી અથવા ધૈયા ચાલી રહી છે. તે લોકો નીચે જણાવેલ ઉપાયો કરો. આ ઉપાયો કરવાથી તેનો ખરાબ પ્રભાવ જીવન પર નહીં પડે.
  • શનિવારે શનિદેવની પૂજા કરો અને તેમને કાળા તલ, સરસવ, સરસવનું તેલ અને લોખંડની વસ્તુઓ અર્પણ કરો.
  • શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો.
  • આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરો અને આ ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
  • શનિવારે શનિદેવની સાથે હનુમાનજીની ઉપાસના કરવી સારી માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તમે મંદિરમાં જઈને હનુમાનજીને સરસવનું તેલ અર્પણ કરો. ત્યાર બાદ એક દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા વાંચો. આ ઉપાય ખૂબ અસરકારક સાબિત થાય છે. સાથે જ આ દિવસે શિવજીને જળ અર્પણ કરો.
  • શનિની સાંઢેસાતી અથવા ધૈયા તમારી અનુકૂળ રહે તે માટે તમે કોઈ સાથે જઘડો ન કરો. મોટાનું સન્માન કરો.

Post a Comment

0 Comments