આઈપીએલ 2021: આ 6 મેદાન પર જ રમાશે આખી ટૂર્નામેન્ટ, અમદાવાદમાં રમાશે 8 મેચ

  • ક્રિકેટ ચાહકો લાંબા સમયથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) ની તારીખોની રાહ જોતા હતા. અગાઉ માનવામાં આવતું હતું કે બીસીસીઆઈ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ આ તારીખોની ઘોષણા કરશે. પરંતુ રવિવારે બીસીસીઆઈ દ્વારા નવી સીઝનની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચેન્નઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલી મેચ 9 એપ્રિલે રમાશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. 30 મેના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાશે.

  • આ વખતે આઈપીએલ કુલ 52 દિવસ ચાલશે. જેમાં લીગ સ્ટેજમાં આઠ ટીમો એકબીજા સામે બે મેચ રમશે. ટુર્નામેન્ટમાં કુલ 60 મેચ ફાઇનલ સહિત રમાંવાની છે. તમામ ફ્રેન્ચાઇઝીઓને પહેલાથી જ જાણ થઈ ગઈ હતી કે આ વખતે કોઈ ટીમ હોમ ગ્રાઉન્ડ પર નહીં રમે. આ નિર્ણય બીસીસીઆઈએ લેવો પડ્યો કારણ કે ઘણા ફ્રેન્ચાઇઝીઓએ વાંધો ઉઠાવ્યો હતો કે તેમને હોમ ગ્રાઉન્ડનો લાભ નહીં મળે. તેથી કોઈ પણ ટીમને તેમના હોમ ગ્રાઉન્ડ પર રમવાની તક મળશે નથી.

  • આઈપીએલની નવી સીઝન ફક્ત 6 મેદાન પર જ રમવામાં આવશે. તમામ મેચ ચેન્નાઈ, મુંબઇ, દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ અને કોલકાતામાં રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 11 દિવસ જ દિવસમાં 2 મેચ રમાંશે. બપોરે મેચ સાડા ત્રણ વાગ્યે અને સાંજે મેચ સાડા સાત વાગ્યે રમવામાં આવશે. કોરોનાને કારણે ગયા વર્ષે યુએઈમાં આઈપીએલનું આયોજન થયું હતું. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવી હતી.

  • આ વખતે રાજસ્થાન, પંજાબ અને હૈદરાબાદમાં આઈપીએલ નહીં રમવામાં આવે. તમામ મેચ ફક્ત છ શહેરોમાં યોજાશે. ચેન્નાઇ, મુંબઇ, કોલકાતા અને બેંગ્લોર દસ દસ મેચનું આયોજન કરાશે, જ્યારે આઠ આઠ મેચ અમદાવાદ અને દિલ્હીમાં રમાશે.

Post a Comment

0 Comments