2 એપ્રિલે છે રામનવમીનો તહેવાર અને 4 એપ્રિલે કામદા એકાદશી, વાંચો આને લગતી દંતકથા

  • એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિને ઘણા તહેવારો આવી રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆત મહાગૌરી કન્યા પૂજાનથી થઈ રહી છે અને તેની સાથે શ્રી રામ જન્મોત્સવ પણ આવી રહ્યો છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઘણા તહેવારો આવવાના છે અને આ તહેવારો ધૂમધમથી દેશભરમાં મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ અઠવાડિયામાં કયા કયા તહેવારો આવે છે અને આ તહેવારોને લગતી માહિતી.
  • કન્યા પૂજન - 1 એપ્રિલ
  • નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે કન્યા પૂજન પણ કરે છે અને છોકરીઓ ને જમાડે છે. શાસ્ત્રોમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કન્યા પૂજન કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે લોકો માતાની પૂજા કરે છે અને પછી નાની છોકરીઓને ભોજન પ્રદાન કરે છે. છોકરીઓને ભોજનમાં હલવો પૂરી અને ચણા ખવડાવામાં આવે છે.
  • રામનવમી - 2 એપ્રિલ
  • 2 એપ્રિલે રામનવમી આવી રહી છે. દર વર્ષે ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામનવમી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને આ દિવસે લઈને મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. ભક્તો રામ નવમીના દિવસે રામજીનું વ્રત પણ રાખે છે અને તેમની પૂજા કરે છે. રામનવમી ચૈત્ર શુક્લા નવમી, શ્રીરામ નવમી અને રામચરિત માનસ જયંતી તરીકે પણ ઓળખાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે રામ ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો હતો. તો અયોધ્યામાં રામ નવમી દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
  • કામદા એકાદશી - 4 એપ્રિલ
  • 4 એપ્રિલે કામદા એકાદશીનો તહેવાર આવી રહ્યો છે. કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષ એકાદશીના દિવસે આવતી એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે. આ હિંદુ સંવત્સરની પહેલી એકાદશી છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને બધા પાપોનો નાશ થાય છે. લોકો આ દિવસે વિષ્ણુજીને લગતા પાઠ પણ વાંચે છે અને વ્રત પણ રાખે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
  • ચૈત્ર શુક્લ દ્વાદશી, મદન દ્વાદશી અને વામન દ્વાદશી - 5 એપ્રિલ
  • 5 એપ્રિલે ચૈત્ર શુક્લ દ્વાદશી, મદન દ્વાદશી અને વામન દ્વાદશીનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે અને લોકો દ્વારા દાન પણ કરવામાં આવે છે.
  • લક્ષ્મી પંચમી - 10 એપ્રિલ
  • લક્ષ્મી પંચમી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પાંચમા દિવસે આવે છે. આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી ધન પ્રાપ્ત થાય છે. ઘણા લોકો આ દિવસે લક્ષ્મી માનું વ્રત પણ રાખે છે. આ દિવસે સવારે માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને તેમને કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. જે લોકો આર્થિક મુશ્કેલી નો સમનો કરી રહ્યા છે તે લોકો લક્ષ્મી પંચમીના દિવસે વ્રત જરૂર કરો. વ્રત કરવાથી આર્થિક મુશ્કેલી ટળે છે અને ધન પ્રાપ્ત થાય છે.

Post a Comment

0 Comments