11 માર્ચે છે મહા શિવરાત્રીનો તહેવાર, રાશિ પ્રમાણે શિવલિંગને અર્પણ કરો આ વસ્તુઓ, ખૂલી જશે ભાગ્ય

 • મહાશિવરાત્રિનો તહેવાર 11 માર્ચે આવી રહ્યો છે. આ દિવસે શિવની પૂજા કરવાની પરંપરા છે. માનવામાં આવે છે કે નિષ્ઠાપૂર્વક આ દિવસે શિવ ભગવાનની પૂજા કરવાથી ઇચ્છિત વસ્તુ મળી જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આ વખતે મહાશિવરાત્રી પર ઘણા વિશેષ યોગ પણ બની રહ્યા છે. જેના કારણે આ મહાશિવરાત્રી વિશેષ બનવા જઈ રહી છે. એવામાં તમે તમારી રાશિ પ્રમાણે ભોલેનાથને તેની પસંદની વસ્તુઓ અર્પણ કરો. આ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપા તમારા પર થાશે અને તમારા જીવનના બધા દુ: ખ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ કઈ વસ્તુ ભોલેનાથને અર્પણ કરવી જોઈએ.
 • રાશિ પ્રમાણે શિવલિંગ પર અર્પણ કરો આ વસ્તુઓ
 • મેષ રાશિ
 • મેષ રાશિના લોકોએ શિવરાત્રીના દિવસે કાચું દૂધ અને દહીં શિવલિંગને અર્પણ કરવું જોઈએ. સૌ પ્રથમ તમે શિવલિંગ પર જળ અર્પણ કરો. તે પછી તેમના પર દહીં ચઢાવો અને તેનાથી સ્નાન કરાવો. પછી દૂધ અર્પણ કરો. હવે ફરી જળ શિવલિંગ પર ચઢાવો અને બરાબર શિવલિંગને સાફ કરો. કપૂર સળગાવીને આરતી કરો.
 • વૃષભ રાશિ
 • આ રાશિના લોકોએ શિવલિંગનો અભિષેક શેરડીના રસથી કરવો. સૌ પ્રથમ શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવો, ત્યારબાદ તેમના પર જળ અર્પણ કરો. પછી શિવને મોગરાનું અત્તર અર્પણ કરો. પ્રસાદ અર્પણ કરો અને આરતી કરો.
 • મિથુન રાશિ
 • મિથુન રાશિના લોકોએ શિવરાત્રી પર સ્ફટિક ના શિવલિંગની પૂજા કરવી. પૂજા કરતી વખતે અતરવાળી વસ્તુંઓ જેવી લાલ ગુલાલ, કુમકુમ, ચંદન તેને અર્પણ કરો. દેશી ઘીનો દીવો પ્રગટાવીને પ્રસાદ અર્પણ કરો અને તેની પૂજા કરો.
 • કર્ક રાશિ
 • આ રાશિના લોકોએ શિવરાત્રી પર અષ્ટગન્ધ અને ચંદન વડે શિવલિંગનું અભિષેક કરવું. દૂધથી બનેલી મીઠાઈઓનો પ્રસાદ અર્પણ કરો અને પૂજા પૂર્ણ થયા પછી મીઠાઇ લોકોમાં વિતરણ કરો.
 • સિંહ રાશિ
 • સિંહ રાશિના લોકો આ દિવસે શિવલિંગની પૂજા કરે છે અને પૂજા કરતાં સમયે તેમને સાકર અર્પણ કરે અને ફળોના રસનો અભિષેક કરે. ત્યારબાદ પાણી અર્પણ કરો અને ફૂલો ચઢાવો. દીવો પ્રગટાવીને તેમના મંત્રોનો જાપ કરો.
 • કન્યા રાશિ
 • કન્યા રાશિના લોકો શિવની પૂજા કરતી વખતે બોર, ધતૂરો, ભાંગ, આંકડાના ફૂલ ચઢાવો. બિલી પત્ર પર પ્રસાદ રાખો અને શિવલિંગને અર્પણ કરો. કપૂર પ્રગટાવીને પૂજા કરો.
 • તુલા રાશિ
 • આ રાશિના લોકો પાણીની અંદર ચોખા અને ફૂલો નાખવા. ત્યારબાદ આ જળને શિવલિંગ પર અર્પણ કરી દેવું. તે પછી બિલી પત્ર, મોગરા, ગુલાબ, ચોખા, ચંદન અર્પણ કરો અને શિવની આરતી કરો.
 • વૃશ્ચિક રાશિ
 • શિવલિંગને દૂધ, મધ, ઘીથી સ્નાન કરવો અને ત્યારબાદ શુદ્ધ જળ શિવલિંગને અર્પણ કરો. નજીકમાં દીવો પ્રગટાવો અને તેની સાથે સંકળાયેલા મંત્રોનો જાપ કરો. આ ઉપાય કરવાથી મનમાં ધારેલી વસ્તુઓ તમને મળી જશે અને નસીબ ખુલી જાશે.
 • ધનુ રાશિ
 • ધનુ રાશિના લોકો શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરો. જો કે, આ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર અર્પણ કરવાના ચોખા સાફ સુધરા હોય અને ટુકડા ન હોય. ચોખા ચઢાવ્યા પછી, તમે શિવલિંગ પર જળ અર્પણ કરો અને પાસે કપૂર પ્રગટાવીને પૂજા કરો.
 • મકર રાશિ
 • મકર રાશિના લોકોએ આ દિવસે ઘઉથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરવી જોઈએ. તે પછી આ ઘઉંનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરો. આ ઉપાય કરવાથી બધી સમસ્યાઓ પૂરી થઈ જાશે અને અટકેલા બધા કામ પૂરા થઈ જશે.
 • કુંભ રાશિ
 • આ રાશિના લોકોએ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તેમને સફેદ-કાળા તલનું મિશ્રણ કરીને ચઢાવવું. ત્યારબાદ શિવલિંગ ઉપર ફળો અને ફૂલો મૂકો. હવે પાસેના દીવા પર જઈ પૂજા કરો. પૂજા કરતી વખતે શિવલિંગના મંત્રોનો જાપ કરો. શક્ય હોય તો ૐ નમઃ શિવાયનો 101 વાર જાપ કરો. જાપ કર્યા પછી આરતી કરો.
 • મીન રાશિ
 • મીન રાશિના લોકો 21 બિલ્વ પત્રો શિવલિંગને અર્પણ કરો. પછી ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જાપ કરતી વખતે શિવલિંગ પર ચોખા અર્પણ કરો. જાપ પૂજા કર્યા પછી આરતી કરો અને લોકોમાં પ્રસાદ વહેંચો.
 • યાદ રાખો કે તમે સવાર ના સમયે જ શિવલિંગની પૂજા કરો અને રાશિ પ્રમાણે જણાવેલી વસ્તુઓ અર્પણ કરો.

Post a Comment

0 Comments