આ સુંદર છોકરી પર આવ્યું હતું અલ્લુ અર્જુનનું દિલ,10 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન, જુઓ તસ્વીરો

  • દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. તેમનો પરિચય દક્ષિણ ભારતીય સિનેમા સુધી જ મર્યાદિત નથી પરંતુ આખા દેશમાં તેમને પસંદ કરનાર લોકોની સંખ્યા છે. સાથે જ અલ્લુ અર્જુનના ફેન્સ અને ફોલોઇન્ગ વિદેશમાં પણ છે. અલ્લુએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની દમદાર અભિનયથી એક અલગ અને એક વિશેષ સ્થાન બનાવ્યું છે.
  • સોશિયલ મીડિયા પર પણ અલ્લુ અર્જુનનો સિક્કો ચાલે છે. સોશિયલ મીડિયા પર તેમને પસંદ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. તેમની પ્રસિદ્ધિનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે, તેમને પોતાનું નામ ગૂગલ પર સૌથી વધુ શોધાયેલ સેલેબ્સમાં પણ નોંધાવી દીધેલ છે. અલ્લુ અર્જુન પર લાખો છોકરીઓ જાન છીડકે છે. પણ શું તમે જાણો છો ખુદ અલ્લુનું દિલ કોના પર આવ્યું છે.
  • અલ્લુ અર્જુનના દિલ નું ચેન ચોરી કરનારી છોકરીનું નામ છે સ્નેહા રેડ્ડી વર્ષ 2011 માં અલ્લુએ સ્નેહા રેડ્ડીની સાથે લગ્ન કર્યા હતા. આજે બંને એક પુત્રી આરહા અને પુત્ર અલ્લુ અયાનનાં માતા-પિતા છે. ચાલો આજે તમને અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીની લવ સ્ટોરી વિશે જાણીએ. તો ચાલો શરૂ કરીએ આ દંપતીની લવ સ્ટોરીનો કિસ્સો …
  • એવું કહેવામાં આવે છે કે, સ્નેહા અલ્લુનો પહેલી નજરનો પ્રેમ છે. બંનેની મુલાકાત પહેલી વાર કોઈ લગ્ન દરમિયાન થઈ હતી .અલ્લુને જ્યારે સ્નેહાએ પહેલીવાર જોયો હતો તો તે પણ તેને જોઇને હસી હતી અને તેના સ્મિતથી અલ્લુને પોતાનો દીવાનો બનાવી દીધો હતો. તમને વિશ્વાસ નહીં થાય કે લગ્નમાં જ બંનેએ એકબીજાના ફોન નંબર લઈ લીધા હતા.
  • અલ્લુએ તેના પિતાને સ્નેહાના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને મોકલ્યા હતા .જોકે અલ્લુ અને તેના પિતાને નિરાશા મળી .સ્નેહાના પરિવારના સભ્યોએ આ સંબંધ માટે સહમત ન હતા. પરંતુ આ મુશ્કેલ સમયમાં અલ્લુ અને સ્નેહાએ એકબીજાનો સાથ છોડ્યો નહતો .બંનેએ ગમે એમ રીતે તેમના પરિવારના સભ્યોને મનાવી લીધા હતા. ત્યાર પછી બંનેએ 6 માર્ચ 2011 ના રોજ સાત ફેરા લઈ લીધા હતા.
  • જણાવી દઈએ કે અલ્લુના પિતા અલ્લુ અરવિંદ તેલુગુ ફિલ્મ ડિરેક્ટર છે. જ્યારે પ્રખ્યાત તેલુગુ અભિનેતા ચિરંજીવીનો અલ્લુ સબંધમાં ભત્રીજો લાગે છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અલ્લુએ પોતાનું ફિલ્મ કરિયરની શરૂઆત 2004 માં આવેલી ફિલ્મ "ગંગોત્રી"થી કરી હતી. તેણે પોતાની 16 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં તેલુગુ સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી દીધી છે.
  • અલ્લુ અર્જુન અત્યાર સુધી તેજસ્વી અભિનય કળા માટે ફિલ્મફેર અને નંદી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. અલ્લુ આજે તેમના વૈભવી જીવન માટે પણ ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. અનેક લક્ઝરી અને કિંમતી ગાડીયો ના માલિક અલ્લુ આશરે 100 કરોડ રૂપિયાના આલીશાન બંગલામાં રહે છે.

Post a Comment

0 Comments