આ છે 100 કરોડના બજેટની સુપર ફ્લોપ મૂવીઝ, આ મોટા સ્ટાર્સ પડદા પર થયા હતા બૂરી રીતે ફ્લોપ

  • આવી ઘણી ફિલ્મો બોલિવૂડમાં બને છે જેનું બજેટ ખૂબ વધારે છે પરંતુ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાય છે. આજે અમે તમને આવી જ ફિલ્મ્સ વિશે જણાવીશું જેમનું બજેટ 100 કરોડથી વધુ હતું પરંતુ સ્ક્રીન પર તે ફિલ્મો સુપર ફ્લોપ સાબિત થઈ.
  • ટ્યુબલાઇટ - 135 કરોડ
  • સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ટ્યુબલાઈટ' વર્ષ 2017 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું હતું. મેકર્સને 'ટ્યુબલાઈટ'થી ઘણી આશાઓ હતી પરંતુ તે દેશમાં માત્ર 114.57 કરોડનો બિઝનેસ કરી શકી હતી.
  • જગ્ગા જાસૂસ - 131 કરોડ
  • બ્રેકઅપ પછી રણબીર કપૂર અને કેટરિના કૈફ ફિલ્મ 'જગ્ગા જાસુસ'માં સાથે જોવા મળ્યા હતા. અનુરાગ બાસુની આ ફિલ્મનું બજેટ 131 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મ જેવો પ્રોજેક્ટર કરવામાં આવ્યો હતો તેવી બની નહી અને તે ફક્ત 52.61 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી છે.
  • મોહેંજો દારો - 138 કરોડ
  • આશુતોષ ગોવારીકરે દિગ્દર્શિત આ ફિલ્મ અંગે એવી અટકળો ચાલી રહી હતી કે આ ફિલ્મ હિટ થશે પરંતુ ઘણા લૂપ હોલને કારણે 'મોહેંજો દારો' પ્રેક્ષકોને પસંદ ન આવી.
  • બોમ્બે વેલ્વેટ - 150 કરોડ
  • અનુરાગ કશ્યપની બીજી મોટી બજેટ ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ' હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા, રણબીર કપૂર અને કરણ જોહર મહત્વની ભૂમિકામાં હતા. ફિલ્મ સ્ક્રીન પર ખરાબ રીતે ફ્લોપ થઈ. બોમ્બે વેલ્વેલે ભારતમાં ફક્ત 22.80 કરોડનો બિઝનેસ કર્યો હતો.
  • રા.વન-130 કરોડ
  • ફિલ્મ 'રા.વન' શાહરૂખ ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. 2011 માં આવેલી આ ફિલ્મ માટે કિંગ ખાને પણ સખત મહેનત કરી હતી. લાખો પ્રયત્નો છતાં આ ફિલ્મ દેશમાં 113.94 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી શકી નથી.
  • કલંક - 150 કરોડ
  • કરણ જોહરની બિગ બજેટ ફિલ્મમાં માધુરી દીક્ષિત, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ જેવા મોટા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં હતાં. પણ 'કલંક'ની નૈયા પાર ન થઈ. આ ફિલ્મ દેશમાં ફક્ત 80.03 કરોડનો જ બિઝનેસ કરવામાં સક્ષમ હતી.
  • ઝીરો - 270 કરોડ
  • શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્માની ત્રિપુટી ફરી એકવાર ફિલ્મ 'ઝીરો' માં જોવા મળી હતી. શાહરૂખ ઝીરોમાં એકદમ અલગ પાત્રમાં જોવા મળ્યો હતો. પરંતુ કિંગ ખાનનો જાદુ પડદા પર બિલકુલ કામ કરી શક્યો નહીં અને ફિલ્મ ફક્ત 88.74 કરોડ રૂપિયા કમાવામાં સફળ રહી.
  • ઠગ્સ ઓફ હિંદૂસ્તાન - 310 કરોડ
  • અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરિના કૈફ અને ફાતિમ સના શેખ જેવા કલાકારો હોવા છતાં, 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' સ્ક્રીન પર સારું પ્રદર્શન કરી શકી નહીં. આ ફિલ્મનું બજેટ જેટલું મોટું છે કમાણી જેટલી ઓછી છે. આ ફિલ્મ માત્ર 138.34 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી હતી.

Post a Comment

0 Comments