આ 10 અભિનેત્રીઓ એક ફિલ્મ માટે લે છે કરોડો રૂપિયા, પરંતુ હજી રહે છે ભાળાના મકાનમાં

  • મુંબઇ એ ભારતના સૌથી મોંઘા શહેરોમાંનું એક છે.અહીં,મકાન બનાવવું અને ખરીદવું એ એક મોટા સ્વપ્ન જેવું છે. મયાનગરીમાં રહેવું એ દરેકની વાત નથી. અહીં દરરોજ સેંકડો લોકોને સફળતા મળે છે અને અસફળતાનો ચહેરો જોઇને ઘણા લોકો પાછા આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલાક મોટા ચહેરાઓ છે,જેમની પાસે કરોડો રૂપિયા છે,પણ પોતાનું ઘર નથી. આજે અમે તમને બોલીવુડના એવી જ અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેઓ મુંબઇમાં ભાડુ આપીને જીવન જીવે છે.
  • જેક્લીન ફર્નાન્ડીઝ: આ અભિનેત્રી એક ફિલ્મ માટે 3.5 કરોડ લે છે. જેકલીન ફર્નાન્ડીઝ 12 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે. આટલા વર્ષો વીત્યા પછી પણ તેમનું પોતાનું ઘર નથી. જેકલીન ફર્નાન્ડીઝ ભાડેથી પ્રિયંકા ચોપરાના ઘરે રહે છે. જેક્લીન થોડા સમય પહેલા જ મુંબઇના જુહુમાં એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના એપાર્ટમેન્ટ 'કર્મયોગ' રેંટ પર લીધું છે.
  • નરગિસ ફાખરી: નરગિસ ફાખરીએ અભિનેતા રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે ત્યારથી ગાયબ થઈ ગઈ છે. હાલમાં મુંબઈમાં નરગિસ ફાખરીનું પોતાનું ઘર નથી. ફિલ્મમાં કામ કરવા માટે તે પણ મોટો ચાર્જ લગાવે છે. 2011થી તે બાદ્રામાં ભાડે એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
  • કેટરિના કૈફ: અભિનેત્રી કેટરિના કૈફ એક ફિલ્મમાં કામ કરવા માટે આશરે 21 કરોડ રૂપિયા લે છે. કેટરિના 2003 થી બોલિવૂડમાં સતત કામ કરી રહી છે. કેટરિના મુંબઇમાં ભાડાના ઘરે રહે છે. કેટરિના હાલમાં તેની બહેન ઇસાબેલ સાથે મુંબઇના અંધેરી વેસ્ટ સ્થિત મૌર્ય હાઉસમાં રહે છે.
  • પરિણીતી ચોપડા: પ્રિયંકા ચોપડાની નાની બહેન પરિણીતી ચોપડાએ પણ બોલિવૂડમાં કામ કરતાં 10 વર્ષ પૂરા કર્યા છે. પરિણીતી એક ફિલ્મના 6 કરોડ ચાર્જ કરે છે. ફિલ્મ 'લેડિઝ વસેજ રિક્કી બહલ' થી કારકિર્દીની શરૂઆત કરનારી પરિણીતી ભાડુ ભરીને મુંબઈ રહે છે.
  • ઋચા ચડા: ઋચા ચડા એક શ્રેષ્ઠ અભિનેત્રી છે. તે એક ફિલ્મ માટે 25 લાખ રૂપિયા લે છે. ગેંગ્સ ઑફ વાસીપુર, ફુક્રે, મસાન, કૈબરે, સરબજીત, તમંચે અને મૈન અને ચાર્લી જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી આ અભિનેત્રી પણ મુંબઈમાં રેંટ પર રહે છે.
  • ઇલિયાના ડિક્રુઝ: ફિલ્મ 'બર્ફી' થી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ 'રુસ્તમ' માં જોવા મળી હતી. ઇલિયાના ગોવાની છે. તે ભાડેથી મુંબઇમાં રહે છે. ઇલિયાના ડિક્રુઝ એક ફિલ્મ માટે 1.5 કરોડ ચાર્જ કરે છે.
  • હુમા કુરેશી: હુમા કુરેશી એક ફિલ્મમાં કામ કરવા માટે મોટી ફી લે છે. તે 3 કરોડ રૂપિયામાં એક ફિલ્મ કરે છે. આજે પણ તે ભાડેથી મુંબઇમાં રહે છે આ સિવાય અદિતિ રાવ હૈદરી પણ ફિલ્મમાં જોવા મળે છે, તે એક ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લે છે. મુંબઈમાં એક પણ પોતાનું ઘર નથી. ચિત્રાંગદા સિંહ ઘણા વર્ષોથી મુંબઇમાં સક્રિય છે.પરંતુ આ હોવા છતાં તે ભાડેથી અહીં રહે છે. તે એક ફિલ્મ માટે 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

Post a Comment

0 Comments