આ છે સચિન તેંડુલકરનું વૈભવી ઘર, જુઓ વૈભવી બંગલાની અંદરની સુંદર તસવીરો

 • ક્રિકેટનો ભગવાન ગણાતા સચિન તેંડુલકરના રેકોર્ડ વિશે તમે ઘણું જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે સચિન જે ઘરમાં રહે છે તે ઘર કેવું દેખાય છે. આજે અમે તમને સચિનના ઘરની તસવીરો ફક્ત બહારથી નહીં પણ અંદરથી બતાવીશું જે તમે પહેલા ભાગ્યે જ જોઇ હશે.
 • સચિન થોડા વર્ષો પહેલા મુંબઈના એક બાંદ્રા મકાનમાં શિફ્ટ થયો હતો. આ પહેલા પણ સચિન બાંદ્રામાં જ રહેતો હતો.
 • એવું કહેવામાં આવે છે કે સચિનનું ઘર 6000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે.
 • આ ઘરને લગ્ઝરી સાથે યુનિક પણ બનાવવામાં આવ્યું છે.
 • પોતાના નવા મકાનમાં સ્થળાંતર કરતી વખતે સચિને કહ્યું કે દરેકનું પોતાનું ઘર હોઈ એવું સ્વપ્ન હોય છે અને મારું પણ હતું. હું મારા સ્વપ્નને પૂર્ણ કરીને ખૂબ જ ખુશ છું.
 • સચિન જૂન 2011 માં આ મકાનમાં વાસ્તુ પૂજન અને ગૃહ શાંતિ કરાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
 • અહેવાલો અનુસાર ઘરની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા છે. ઘરમાં સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે.
 • આ મકાનમાં બે અંડરગ્રાઉન્ડ બ્રેસમેન્ટ પણ છે જે સચિનની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
 • સચિન અને તેની પત્નીનો બેડરૂમ ઘરના ટોપ ફ્લોર પર છે.
 • ઘરમાં મંદિર, ડ્રોઇંગ અને ડાઇનિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
 • વળી બાળકોના ઓરડા અને ગેસ્ટ રૂમ બંને નીચલા ફ્લોર પર છે.

Post a Comment

0 Comments