પત્નીઓ સાથે ચીલ કરી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો, સામે આવી રોમેન્ટિક તસ્વીરો

 • ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર ઝહિર ખાન લાંબા સમયથી વિદેશમાં રજાઓ માણી રહ્યો છે. સાગરિકા ઘાટગે સાથે લગ્નમાં બંધાયેલા છે ત્યારથી જ ઝહીર ખાન મોટા ભાગે વિદેશ પ્રવાસ પર રહ્યો છે. સાગરિકા અને ઝહીર છેલ્લા ઘણા સમયથી રજાઓ પર વિદેશમાં જોવા મળે છે. જો તમે ઝહીર અને સાગરિકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે જોડાયેલા છો તો તમે જોઈ શકો છો કે તેઓ સાથે મળીને દેશના ઘણા સુંદર સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. જોકે તાજેતરની તસવીરોમાં ઝહીર સિવાય ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ જોવા મળી રહ્યા છે જેઓ પોતાની પત્નીઓ સાથે ચીલ કરી રહ્યા છે.
 • થોડા દિવસો પહેલા સાગરિકાએ ઝહિરના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી. ભલે ઝહિર ખાન સોશ્યલ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરતો નથી પણ સાગરિકા હંમેશાં કંઈક પોસ્ટ કરતી રહે છે.
 • ચક દે ઈન્ડિયા ગર્લ સાગરિકા તેની દરેક રજા મુલાકાતના સમાચારો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.
 • સાગરિકા ઘણીવાર ઝહીર સાથે રોમેન્ટિક ફોટા શેર કરે છે.
 • ઝહીર ખાનની આ યાત્રા પર યુવરાજ સિંહ પણ પત્ની હેઝલ કીચ સાથે માલદીવ પહોંચ્યો છે.
 • તે જ સમયે યુવરાજસિંહે તેની પત્ની હેઝલ કીચ સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી છે.
 • યુવી અને ઝહીર ઉપરાંત આશિષ નેહરા, અજિત અગરકર પણ મસ્તી માટે અહીં પહોંચ્યા છે.
 • અહીં ટીમ ઇન્ડિયાના નિવૃત્ત ક્રિકેટરો પત્નીઓ સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા હતા.
 • હોટ લૂકમાં સાગરિકા ઘાટગે.
 • હેઝલ કીચ અને સાગરિકા બિકીનીમાં પોઝ આપ્યા.
 • તો યુવીએ ઝહિર સાથે પોઝ આપ્યો.
 • સાગરિકા અને ઝહીર તેના મિત્રો સાથે માલદીવના દરિયામાં.

Post a Comment

0 Comments