એક સમયે ગાર્ડે બહારથી ભગાવ્યો હતો, આજે એ જ લક્ઝુરિયસ બંગલાનો માલિક છે અક્ષય કુમાર

  • અક્ષય કુમાર (Akshay Kumar) બોલિવૂડનો સુપરસ્ટાર છે. અક્ષયના ખાતામાં એક કરતા વધારે મહાન ફિલ્મો છે. અક્ષય આજે સફળતાના તે તબક્કે છે જ્યાં પહોંચવાનું સ્વપ્ન દરેક જોશે પરંતુ દરેકને ત્યાં પહોંચવું શક્ય નથી. અક્ષય પાસે આજે પુષ્કળ સંપત્તિની સાથે અપાર પ્રસિદ્ધિ છે. પરંતુ અક્ષય આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.
  • અક્ષય જ્યારે ફિલ્મોમાં કામની શોધમાં હતો ત્યારે ફોટોશૂટ કરાવવા માટે તેની પાસે પૈસા પણ નહોતા.
  • એક પ્રખ્યાત ફોટોગ્રાફર હેઠળ સહાયક તરીકે અક્ષય એટલા માટે કામ કરતો હતો જેથી તે પોતાનો ફોટોશૂટ પગાર રૂપે કરી શકે.
  • નક્કી થયા મુજબ ફોટોગ્રાફર સાથે અક્ષય ફોટોશૂટ માટે જુહુના બંગલા પર પહોંચ્યા. ગાર્ડે તેમને બહારથી જ કાઢી મૂક્યા.
  • રક્ષકે ના પાડી દીધા પછી અક્ષયે પોતાનો ફોટોશૂટ બંગલાની બાઉન્ડ્રી નજીક કરાવી લીધો હતો. પરંતુ કિસ્મતમાં કંઇક બીજું જ લખાયું હતુ.
  • ગાર્ડે અક્ષયને જે બંગલામાંથી બહાર કાઢયો હતો આજે તે બંગલો અક્ષય કુમારનો છે. અક્ષય તેને ખરીદી ચુક્યા છે.
  • અક્ષય કુમાર જુહુના એક જ બંગલામાં તેના પરિવાર સાથે રહે છે.

Post a Comment

0 Comments