પ્રતિબંધ પછી ક્રિકેટર શ્રીસંત ન હતો માંગતો જીવવા, પત્ની ભુવનેશ્વરીએ મુશ્કેલીઓનો ડટકર કર્યો સામનો વાંચો

  • 2011 ની વર્લ્ડ વિનર ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શ્રીસંતને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. શુક્રવારે (15 માર્ચ) સુપ્રીમ કોર્ટે શ્રીસંતની ક્રિકેટ કારકીર્દિ પરના આજીવન પ્રતિબંધને હટાવવાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્રિકેટર એસ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લાદવાના BCCI શિસ્ત સમિતિના 2013 ના આદેશને બાજુએ રાખ્યો હતો. તેમાં એમ પણ કહ્યું હતું કે શ્રીસંતને શિક્ષા કરવાનો BCCI ને અધિકાર નથી. ચુકાદો આપતી વખતે કોર્ટે BCCI ને આ મામલે 3 મહિનાની અંદર નિર્ણય લેવા જણાવ્યું છે. કારણ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તે ક્રિકેટ રમી શકશે નહીં. કોર્ટે કહ્યું કે તેના આદેશની પેન્ડિંગ ફોજદારી કાર્યવાહી ની એસ.કે. શ્રીસંત પર કોઈ અસર નહીં થાય. કોર્ટનું કહેવું છે કે શ્રીસંતને સજાના પ્રમાણમાં BCCI ની શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે. ક્રિકેટ કારકિર્દીના તમામ ઉતાર ચડાવમાં શ્રીસંત ને તેની પત્ની ભુવનેશ્વરી નો સાથે હંમેશા મળ્યો હતો. આખરે ભુવનેશ્વરીની ધૈર્યની કસોટીનો અંત આવ્યો. પતિ પર પ્રતિબંધ હોવાને કારણે તેની પત્નીને પણ ઘણી જગ્યાએ ખરું ખોટું સાંભળવું પડ્યું હતું જેનો તેણે દ્રઢતાથી સામનો કર્યો અને અમુક મોકા પર તેનો જવાબ પણ આપ્યો. જાણો કેવો છે ભુવનેશ્વરી અને શ્રીસંત નો સાથ.
  • સ્પોટ ફિક્સિંગમાં તેનું નામ આવિયાબાદ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂકાયો હતો ત્યારે તે સમયગાળા દરમિયાન આત્મહત્યા કરવા માંગતો હતો પરંતુ તેની પત્નીએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું હતું. તે દરેક મુશ્કેલ સમયમાં શ્રીસંત સાથે ચટાનની જેમ ઉભી રહી. શ્રીસંતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે "પ્રતિબંધ લાગ્યા પછી હું વિચારતો હતો કે હું ફરીથી રમી શકીશ કે નહીં હું તે સમયે મારું જીવન ખતમ કરવા વિશે પણ વિચારતો હતો પરંતુ પાછળથી મને મારા માતાપિતા નો વિચાર આવીયો કે મારા વિના તેમનું શું થશે? ''
  • શ્રીસંત કહે છે કે જયારે તે જેલની સલાખો માં હતો ત્યારે તેની પત્ની પણ રસોડામાં સૂતી હતી. ભુવનેશ્વરી પણ ઘરે તે મુશ્કેલી અનુભવવા માંગતી હતી જે તેનો પતિ જેલમાં અનુભવી રહ્યો છે. જણાવી એ કે શ્રીસંતની પત્ની જયપુરના શેખાવત પરિવારની રાજકુમારી છે.
  • શ્રીસંતે 12 ડિસેમ્બર 2013 ના રોજ ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા. તે જાણતા હોવા છતાં કે તેના પતિની આગામી ક્રિકેટ કારકિર્દી પર પ્રતિબંધ મૂક્યો છે. જાણવી એ કે શ્રીસંત પર સપ્ટેમ્બર 2013 માં જ બીસીસીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પણ ભુવનેશ્વરીએ પીછે હઠ કરી નહીં. કેરળના શ્રી કૃષ્ણ મંદિરમાં શ્રીસંત સાથે તેમના લગ્ન થયા હતા. તેથી 6 વર્ષ પછી તે જ કૃષ્ણએ ભુવનેશ્વરીની પ્રાર્થના સાંભળી અને તેના પતિને ન્યાય મળ્યો.
  • જણાવીએ કે શ્રીસંત પર સપ્ટેમ્બર 2013 માં જ બીસીસીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો પણ ભુવનેશ્વરી પાછળ ન હટી. કેરળના શ્રી કૃષ્ણ મંદિરમાં શ્રીસંત સાથે તેમના લગ્ન થયા હતા. તેથી 6 વર્ષ પછી તે જ કૃષ્ણએ ભુવનેશ્વરીની પ્રાર્થના સાંભળી અને તેના પતિને ન્યાય મળ્યો.
  • બેન ને લઈને બિગ બોસ દરમિયાન પણ શ્રીસંતની ઈમેજ પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે શોના બીજા સ્પર્ધકે તેમની સાથે અનિયંત્રિત વાત કરી ત્યારે તેની પત્ની બિગ બોસના ઘરે આવી અને યોગ્ય જવાબ આપ્યો અને બધાની બોલતી બંધ કરી દીધું.
  • ભુવનેશ્વરી શ્રીસંતથી 9 વર્ષ નાની છે. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લગભગ 6 વર્ષ શુધી ડેટ કર્યા હતા. બંને હાલમાં બે બાળકોના માતા-પિતા છે. 2015 માં શ્રીસંતની ઘરે પુત્રીનો જન્મ થયો હતો અને 2016 માં તેમના પુત્ર ની કિલકરી ગુંજી હતી.

Post a Comment

0 Comments