હોઠો પર સ્મિત, થીરકતા પગ અને દિવાના બનાવનાર અંદાજ: ખૂબ જ પીડાદાયક મલાઈકા અરોરાની કહાની

 • મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવૂડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં શામેલ છે. મલાઈકાએ ભલે અભિનયની દુનિયામાં કોઈ વિશેષ સ્થાન મેળવ્યું ન હોય પરંતુ ફિટનેસ અને નૃત્યની બાબત માં કોઈ અભિનેત્રી તેની સામે ટકી શકતી નથી.
 • મલાઈકાનો જન્મ 23 ઓક્ટોબર, 1973 માં મુંબઇમાં થયો હતો. મલાઇકાનું જીવન પણ ઘણા ઉતાર-ચડાવથી ભરેલું છે પરંતુ તેણે મુશ્કેલીઓ ને ક્યારેય પોતાના પાર હાવી થવા દીધું નથી.
 • જ્યારે મલાઇકા 11 વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી તેની માતાને મલાઇકા અને તેની બહેન અમૃતાની કસ્ટડી મળી.
 • મલાઇકાએ મુંબઈની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. આ પછી તેણે જય હિન્દ કોલેજમાં પ્રવેશ મેળવ્યો પરંતુ મોડેલિંગમાં રસ હોવાને કારણે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકી નહીં.
 • મલાઇકાએ સારા એન્કર, વીજે, મોડેલ તરીકે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. તે કેટલાક મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી હતી.
 • તે જ સમયે કોફી બ્રાન્ડની જાહેરાતના શૂટિંગ દરમિયાન તે અરબાઝ ખાનને મળી અને તે બંને એકબીજાને દિલ દઈ બેઠા.
 • તેઓએ 5 વર્ષ ડેટિંગ પછી 1998 માં ખ્રિસ્તી અને મુસ્લિમ રિવાજો સાથે લગ્ન કર્યા.
 • આ પછી મલાઇકાએ અરહાન નામના પુત્રને જન્મ આપ્યો. માર્ચ 2016 માં મલાઇકાએ અરબાઝથી છૂટાછેડા લઇને 19 વર્ષ જુના સંબંધનો અંત કર્યો હતો.
 • અરબાઝ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય સરળ નહોતો કારણ કે મલાઇકા બોલિવૂડના સૌથી પ્રખ્યાત ખાન પરિવારની પુત્રવધૂ હતી પરંતુ તેણે હૃદય પર પથ્થર લગાવીને અરબાઝથી અલગ થવાનું નક્કી કર્યું.
 • એક મુલાકાતમાં મલાઇકાએ છૂટાછેડા વિશે વાત કરતી વખતે કહ્યું કે અરબાઝ સાથે તેના સંબંધો તેવા વળાંક પાર આવી ગયા જ્યારે આસપાસના લોકો તેનાથી પ્રભાવિત થવા લાગ્યા. ઝઘડા વધ્યા હતા અને બંને એકબીજા સાથે સમાધાન કરવામાં અસમર્થ હતાં.
 • છૂટાછેડાના એક દિવસ પહેલા મલાઇકાના પરિવારવાળાએ તેમને પૂછ્યું કે શું તે ખરેખર છૂટાછેડા લેવા માંગે છે ફરીથી વિચાર કરવા માંગે છે. મલાઇકાએ છૂટાછેડાની પસંદગી કરી.
 • છૂટાછેડા પછી મલાઇકાએ અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં પ્રવેશ કર્યો જેના પર ઘણા સવાલો પણ ઉભા થયા. મલાઇકા અર્જુન કરતા 12 વર્ષ મોટી છે.
 • ઉંમરના તફાવત પર પણ મલાઇકાએ આકરો જવાબ આપ્યો હતો કે જ્યારે કોઈ મોટી ઉમરનો પુરુષ નાની છોકરી સાથે રહે છે તો પછી કોઈ સવાલ ઉભો થતો નથી પરંતુ જ્યારે કોઈ સ્ત્રી આવું કરે છે ત્યારે સમાજને વાંધો છે. ખરેખર આપણે જે સમાજમાં જીવીએ છીએ તેના વિચારને બદલવામાં લાંબો સમય લાગશે.
 • મલાઇકા 48 વર્ષની છે જ્યારે અર્જુન હવે 36 વર્ષનો છે. બંને ઘણીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે.

Post a Comment

0 Comments