આ બોલરોએ સ્ટમ્પ અને બેટને તોડીને વિકેટ લીધી હતી, જુવો રસપ્રદ તસ્વીરો

  • તમે ક્રિકેટમાં ઘણા આશ્ચર્યજનક બોલરો જોયા હશે પરંતુ આજે અમે તમારા માટે કંઈક ખાસ લાવ્યા છીએ. ક્રિકેટ જગતમાં આવા ઘણા પ્લેયર્સ રહી ચૂક્યા છે જેમણે પોતાની ઝડપી બોલિંગથી સ્ટમ્પને બે ભાગમાં તોડી નાખ્યા હતા અને બેટને પણ તોડી નાખ્યા હતા. તેની બોલની ઝડપી ગતિ આગળ સ્ટમ્પ કે બેટ ટકી શક્યા નહિ. કાં તો બે ભાગમાં તૂટી પડ્યાં અથવા તેઓ તેમના સ્થાનથી ઉડી ગયા અને કેટલાક ફૂટ દૂર હવામાં ઉડી ગયા. અમે તમને આવા ઉત્તમ બોલરો વિશે જણાવીશું.
  • આ વર્ષેજ માર્ચમાં ઉમેશ યાદવનો આ પરાક્રમ કોણ ભૂલી શકે! યાદવે પોતાની જબરદસ્ત ઝડપે ફેંકાયેલા બોલથી ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના બેટને તોડી નાખ્યું હતું. યાદવે બોલ ફેંક્યો મેક્સવેલે બચાવ કર્યો પરંતુ બોલ બેટ પર લાગતાની સાથે જ બેટના બે ટુકડા થઈ ગયા.
  • 2014 માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રાયન હેરિસે પણ એક ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના માઇકલ કેર્બેરીના બેટને હાઈ સ્પીડ બોલથી તોડી નાખ્યું હતું.
  • 2013 માં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની વનડે દરમિયાન શ્રીલંકાના ઝડપી બોલર નુવાન કુલશેકરાએ તેની હાઈ સ્પીડ બોલથી સ્ટમ્પ્સને ;બે ભાગમાં તોડી નાખ્યું હતું. તેણે પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલીને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • 2015 માં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેઈને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં આવું જ કર્યું હતું. તેણે ન્યુઝીલેન્ડના મિશેલ મેક્લેનાઘનને જે રીતે પેવેલિયન મોકલ્યો હતો તે ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠોમાં નોંધ્યું છે. ડેલના ઝડપી બોલે સ્ટમ્પ્સ ને પણ તોડી નાખ્યું હતું.
  • શોએબ અખ્તર વિના સ્ટમ્પ્સને ઉખેડી નાખનારા બોલરોની વાત અધૂરી રહેશે. આ પાકિસ્તાની ખેલાડીએ એક વખત નહીં પરંતુ ઘણી વખત આ પ્રકારના પરાક્રમ કર્યાં છે. તે મેચની ગણતરી કરવી પણ મુશ્કેલ છે જેમાં તેણે સ્ટમ્પને તોડી નાખ્યું હોય.

Post a Comment

0 Comments