આ 6 સ્ટાર ક્રિકેટરોએ કર્યા છે બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ સાથે લગ્ન, વાંચો

 • ટીમ ઈન્ડિયાના ઘણા ક્રિકેટરો આવી ચૂક્યા છે જેમને બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. આ યાદીમાં વિરાટ કોહલી, યુવરાજ થી લઈને મન્સૂર અલી ખાન પટૌડીનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ એવા ક્રિકેટરો વિશે જેઓ આ સુંદર અભિનેત્રીઓની સામે ક્લીન બોલ્ડ થયા હતા.
 • મન્સૂર અલી ખાન પટૌડી
 • ફિલ્મ અભિનેત્રીઓને લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા ક્રિકેટરોમાં મન્સૂર અલી ખાન પટૌડીનું પહેલું નામ છે. પટૌડીના નવાબ મન્સૂર અલી ખાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂક્યા છે. તેણે 1969 માં પોતાના સમયની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા. સૈફ અલી ખાન, સોહા અલી ખાન, સબા અલી ખાન તેના બાળકો છે.
 • મોહમ્મદ અઝહરુદ્દીન
 • ભારતીય ટીમનો કેપ્ટન રહી ચૂકેલો અઝહરુદ્દીન તેની ક્રિકેટ અને અંગત જીવન બંને વિશે ઘણી ચર્ચામાં હતો. તેણે 1996 માં અભિનેત્રિ સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યાં. જો કે આ લગ્ન બહુ ટકી શક્યા નહીં અને 2010 માં બંને અલગ થઈ ગયા.
 • વિરાટ કોહલી
 • વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) ની લવ સ્ટોરી 2013 માં શરૂ થઈ હતી અને તેઓ આ પ્રેમને લગ્ન સુધી લઈ ગયા હતા. આ બંને દરેક ખુશી અને દરેક મુશ્કેલીમાં એકબીજાની સાથે ઉભા રહ્યા છે અને આ જ કારણ છે કે વિરાટ-અનુષ્કાની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. આ દંપતીએ 11 ડિસેમ્બર 2017 ના રોજ સાત ફેરા લીધા હતા.
 • યુવરાજસિંહ
 • ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી યુવરાજસિંહે (Yuvraj Singh) બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ (Hazel Keech) સાથે લગ્ન કર્યા. યુવરાજે લગ્ન માટે મનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી. યુવરાજે લગભગ 3 વર્ષ પ્રયાસ કર્યા પછી હેઝલને મનાવી હતી.
 • ઝહીર ખાન
 • ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર ઝહિર ખાને અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા. ટીમના દિગ્ગજ ઝડપી બોલર ઝહિર ખાને મરાઠી ફિલ્મોની અભિનેત્રી સાગરિકા ઘાટગે તેમની બંનેની લવ સ્ટોરીઝ ખૂબ ફિલ્મી છે. આ બંનેએ પહેલી મીટિંગથી જ એકબીજાને પસંદ કરવાનું શરૂ કર્યું.
 • હરભજનસિંહ
 • 2015 માં હરભજનસિંહે અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા હતા. આ બંને પહેલા મિત્રો હતા ત્યારબાદ થોડા મહિના પછી બંનેએ ડેટિંગ શરૂ કરી અને પછી લગ્ન કરી લીધાં.

Post a Comment

0 Comments