68 વર્ષ પછી થયો જેલમાંથી મુક્ત થયો જોસેફ લીગોન, નવી દુનિયાથી સાવ છે અજાણ


  • પેન્સિલવેનિયામાં 68 વર્ષ પછી એક વ્યક્તિને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. તે હવે 83 વર્ષનો છે. આ વ્યક્તિએ છેલ્લા 68 વર્ષથી જેલની બહાર દુનિયા જોઈ નથી. જેના કારણે તે નવી દુનિયાથી સાવ અજાણ છે. તેને દેશ અને દુનિયામાં પરિવર્તન વિશે કંઈ જ ખબર નથી. જાણો હવે આ વ્યક્તિ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે…
  • જોસેફને આ કેસમાં સજા આપવામાં આવી હતી
  • જોસેફ લિગન જ્યારે સગીર હતો ત્યારે અમેરિકાની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તે સમયે જોસેફ ફક્ત 15 વર્ષનો હતો. જોસેફ પર ફિલાડેલ્ફિયામાં ખૂન, લૂંટ અને બે લોકો પર હુમલો કરવાનો આરોપ હતો. વર્ષ 1953 માં કોર્ટે જોસેફને આજીવન કેદની સજા ફટકારી હતી.
  • જોસેફે 68 વર્ષમાં એક વાર પણ પેરોલ છૂટ્યા ન હતા
  • નોંધપાત્ર વાત એ છે કે જોસેફ લિગન 1953 માં જેલમાં બંધ થયા પછી ક્યારેય પેરોલ પર છૂટ્યા નહીં. તેઓ હંમેશા તેમના પરના આરોપો ને સ્વીકારતા ન હતા. તેમના ઉપર ચાર્લ્સ પિટ્સ અને જેકસન હેમને છરીથી મારીને હત્યા કરવાનો અને 6 લોકોને ઘાયલ કરવાનો આરોપ હતો.
  • જોસેફ જેલમાં સૌથી લાંબા સમય સુધી રહેનારો આરોપી બન્યો
  • 68 વર્ષ જેલવાસ બાદ જોસેફ યુ.એસ. જેલમાં સૌથી લાંબી સજા ભોગવનાર ગુનેગાર બન્યો. ગયા અઠવાડિયે સજા પૂર્ણ થયા બાદ જોસેફને મુક્ત કરવામાં આવ્યો હતો.
  • જોસેફ આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે
  • જેલ છોડ્યા પછી જોસેફે કહ્યું કે આ નવી દુનિયા તેના માટે સંપૂર્ણપણે નવી છે. તેમને આ વિશે કશું ખબર નથી. આ ઉંચી ઇમારતો મેં પહેલાં જોઈ નહોતી. મારા માટે આ બધું નવું છે. હું મારી જાતને નવી દુનિયામાં અનુકૂળ કરી શકવા માટે સક્ષમ નથી. જે જેલમાં હું અગાઉ રહ્યો હતો તે હવે એક સંગ્રહાલય છે.
  • જોસેફ પરિવારના મોતથી ઘેરા દુ:ખમાં હતા
  • ડેઇલી મેઇલ મુજબ જેલમાંથી છૂટ્યા પછી જોસેફે તેના પરિવારના સભ્યોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ તેમાંથી મોટા ભાગના હવે મરી ગયા છે જેને તે જાણતા હતા. જ્યારે જોસેફને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ દુ:ખી થયા.

Post a Comment

0 Comments