કોઈની 6 તો કોઈની પત્ની છે 10 વર્ષ મોટી, કઇંક આવી છે આ ક્રિકેટરોની લવ સ્ટોરી

 • પ્રેમ વિશે હંમેશાં કહેવામાં આવે છે કે તેમાં જાતિ, ધર્મ, ઉંમર, રંગ દેખાતો નથી. કોઈપણ કોઈપણ સાથે પ્રેમમાં પડી શકાઈ છે. આજે વેલેન્ટાઇન ડે છે અને આ વિશેષ પ્રસંગે, અમે તમને આવા ક્રિકેટરો વિશે જણાવી રહ્યા છીએ જેમણે દુનિયા અને પરિવારને ધ્યાનમાં લીધા વિના પોતાના કરતા મોટી મહિલાને જીવન સાથી બનાવી અને આજે તેઓ એક વધુ સારુ અને સુખી જીવન જીવી રહ્યા છે. તો ચાલો તમને આ રીતે 5 ક્રિકેટરોની લવ સ્ટોરી વિશે જણાવીએ…
 • સચિન તેંડુલકર અને અંજલી
 • જ્યારે પણ ક્રિકેટનું નામ જીભ પર આવે છે ત્યારે 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકરની છબી પ્રથમ હૃદયમાં ઉભરી આવે છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે માત્ર 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. થોડા જ વર્ષોમાં સચિને બધાના દિલ પર રાજ કરવાનું શરૂ કરી દીધું, પરંતુ સચિનના દિલ પાર રાજ કરનાર વ્યક્તિ અંજલિ હતી. સચિન અંજલિની સામે ક્લીન બોલ્ડ થયો હતો. આખરે બંનેએ 24 મે 1995 ના રોજ લગ્ન કરી લીધાં. લગ્નજીવન દરમિયાન સચિન માત્ર 22 વર્ષનો હતો જ્યારે અંજલી 28 વર્ષની હતી. આજે તેમના લગ્નજીવનને 25 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંનેને એક પુત્રી સારા અને એક પુત્ર અર્જુન છે.
 • શિખર ધવન અને આયેશા મુખર્જી
 • 'ગબ્બર' તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનનું દિલ આયેશા મુખર્જી પર આવ્યુ. બંનેની વચ્ચે 10 વર્ષનો તફાવત છે. બીજી તરફ આયેશા પણ પોતાના કરતા 10 વર્ષ નાના શિખર ધવન સાથે પ્રેમમાં હતી. એવું કહેવામાં આવે છે કે હરભજનસિંહે ધવનને આયેશા સાથે ઓળખાણ કરાવી હતી એ પણ ફોટામાં. હકીકતમાં, હરભજન સિંહની ફેસબુક વોલ પર આયેશાની તસવીર શિખરને દેખાઈ અને તે તેની તરફ આકર્ષાયો તેણે આયેશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. તેમને ખબર નહોતી કે ઓસ્ટ્રેલિયન બોકસરે આયેશા તેમની રિકવેસ્ટ સ્વીકારી લેશે. પરંતુ નસીબ તેને સ્વીકાર્ય હતું. 2012 માં બંનેએ સાત ફેરા લીધા હતા.
 • અનિલ કુંબલે અને ચેતના
 • અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ બોલરોમાં ગણવામાં આવે છે. તેની ગુગલીમાં મોટા દીગ્દજોને ફસાવી દેનાર અનિલ કુંબલે ચેતનાની ફીરકીમાં ફસાઇ ગયો. અનિલ લગ્ન કરેલી અને એક બાળકીની માતા ચેતનાને તેની સાથી બનાવવા માંગતો હતો. પરંતુ બીજી બાજુ ચેતનાનો પ્રેમમાંથી વિશ્વાસ જ ઉડી ગયો હતો. પરંતુ અનિલે ચેતના સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું અને ચેતનાને મનાવવાનું તેમના માટે સરળ નહોતું. પરંતુ નસીબ અનિલની સાથે હતા અને અંતે તેણે ચેતના સાથે સાત ફેરા કર્યા. 1999 માં બંનેના લગ્ન થયા હતા.
 • વેંકટેશ પ્રસાદ અને જયંતિ
 • એવું કહેવામાં આવે છે કે જયંતિ અને વેંકટેશની પહેલી મુલાકાત 1994 માં અનિલ કુંબલે દ્વારા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 1994 દરમિયાન કુંબલે બેંગ્લોરમાં ટાઇટન બ્રાન્ડ માટે કામ કરતા હતા અને જયંતિ તેની પીઆરઓ હતી. વેંકટેશે પોતાની મુલાકાતમાં ઘણી વાર જાહેર કર્યું છે કે તેને જયંતિએ પ્રપોઝ કર્યું હતું. બંનેના 1996 માં લગ્ન થયાં હતાં. આજે તેમના લગ્નને લગભગ 25 વર્ષ થયા છે.
 • મુરલી વિજય અને નિકિતા
 • મુરલી વિજય ભારતીય ક્રિકેટનો જાણીતો ચહેરો છે. મુરલી વિજયની પરિણીત જીવન વિવાદોથી ઘેરાયેલૂ છે. દિનેશ કાર્તિક જે તેના બાળપણનો મિત્ર પણ હતો, તેને તેની ગર્ભવતી પત્નીને તેના જીવનસાથી તરીકે પસંદ કરી હતી. એવું કહેવામાં આવે છે કે 2012 માં દિનેશે મુરલીને નિકિતા સાથે પરિચય કરાવ્યો હતો અને મુલાકાત બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. મુલાકાત નો દોર શરૂ થઈ ગયો અને આખરે દિનેશની પત્ની નિકિતા 2012 માં મુરલી વિજયની પત્ની બની.

Post a Comment

0 Comments