આ 5 બેટ્સમેનોએ આખી વનડે કારકિર્દીમાં એક પણ સિક્સર નહોતી ફટકારી, ભારતીય નામ છે સામેલ

  • આજના ક્રિકેટરો તેમની દરેક ઇનિંગ્સમાં સિક્સરનો વરસાદ કરે છે. ધોની, કોહલી, રૈના, પંડ્યા, રોહિત જેવા ક્રિકેટરો સિક્સર ફટકારીને બેજોડ સ્કોરની યાદીમાં પોતાનાં નામ નોંધાવે છે પરંતુ ક્રિકેટ જગતમાં કેટલાક એવા ક્રિકેટરો છે જેમને તેમની કારકિર્દીમાં એક સિક્સર પણ મારી શક્યા નથી. આ ક્રિકેટરોની યાદીમાં એક ભારતીય ક્રિકેટર પણ છે. તેણે તેની કારકિર્દીમાં 130 આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી હતી પરંતુ એક પણ સિક્સર ફટકારી નહોતી. આગળની સ્લાઈડ્સમાં ક્યારેય સિક્સર ફટકારનારા આ ક્રિકેટરોના નામ જાણો.
  • ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે તેની ક્રિકેટ કારકીર્દિમાં 130 આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમી છે. આ મેચોમાં તેણે 98 ઇનિંગ્સમાં કુલ 1858 રન બનાવ્યા હતા. જોકે તેણે 1 સદી અને 11 અડધી સદી ફટકારી છે. પરંતુ આ ઓલરાઉન્ડર ક્રિકેટરે વન ડે ક્રિકેટમાં ક્યારેય સિક્સ મારી ન હતી.
  • ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર જ્યોફ્રી બાયકોટે તેની વનડે કારકિર્દીમાં 1000 થી વધુ રન બનાવ્યા છે. પરંતુ ક્યારેય એના સ્ટ્રોક આકાશની ઉંચાઈ પર ગયા નથી. એટલે કે તે ક્યારેય સિક્સર લગાવી શક્યો નહીં. તેણે તેની વનડે કારકિર્દીમાં 5 અર્ધસદી અને 1 સદી ફટકારી છે.
  • શ્રીલંકાના પ્રભાવશાળી બેટ્સમેન થિલાન સમરવીરાએ તેની વનડે કારકિર્દીમાં 53 મેચ રમી છે જેમાં કુલ 862 રન છે. થિલાન સમરવીરાએ પણ આ મેચોમાં 2 સદી ફટકારી છે. પરંતુ તેણે 42 ઇનિંગ્સમાં એક જ સિક્સર ફટકારી હતી.
  • ઝિમ્બાબ્વેના બેટ્સમેન ડીયોન ઇબ્રાહિમે માત્ર તેની વનડે કારકિર્દી માં જ નહિ પરંતુ તેણે ટેસ્ટ મેચની ઇનિંગ્સમાં પણ એકેય સિક્સર ફટકારી નથી. તેણે તેની ક્રિકેટર કારકિર્દીમાં 82 વન ડે મેચ રમી છે.
  • ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર કૈલુમ ફર્ગ્યુસને 2009 માં ડેબ્યૂ કર્યું હતું અને 30 વનડે મેચ રમી હતી. તે 5 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી રમ્યો હતો. હવે ફરીથી રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરવું તેના માટે મુશ્કેલ છે. તેની કારકિર્દીમાં તેણે 40 થી વધુની સરેરાશથી 5 અર્ધસદીની મદદથી 663 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 85 નો છે તેથી તે ગમે ત્યાંથી ધીમું રમનાર ખેલાડી તો નથીજ. પરંતુ હજી પણ તે વનડેમાં ક્યારેય સિક્સર ફટકારી શક્યો નથી.

Post a Comment

0 Comments