ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા માટે વેચી નાખ્યું ઘર ,મળ્યું 24 લાખનું ઇનામ વાંચો સમગ્ર કહાની

  • મુંબઇમાં રહેતા 74 વર્ષીય ઓટો ડ્રાઈવર દેશરાજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દેશરાજે કહ્યું કે તેણે તેની પૌત્રીને ભણાવવા માટે પોતાનું ઘર પણ વેચી દીધું હતું અને તે બે દાયકાથી વધુ સમયથી ઓટોમાં જ રહે છે.તેમની વાર્તા સાંભળીને હજારો લોકો ભાવુક થઈ ગયા હતા અને હવે તેમના માટે નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા અને દેશરાજને 24 લાખ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે.
  • સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત 'હયુમન્સ ઑફ બોમ્બે' નામનું એક પેજ પહેલા આ માણસની કહાની બહાર લાવ્યું હતું. ત્યારબાદ દેશરાજ ખૂબ વાયરલ થયો હતો. તેની વાર્તા સાંભળીને ઘણાં સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓ ભાવનાશીલ બની ગયા અને દેશરાજ માટે ભંડોળ એકત્ર કરવાના પ્રયત્નો શરૂ થયા.
  • દેશરાજ માટે 20 લાખ રૂપિયા ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો. જોકે આ લક્ષ્યાંક ઓળંગી ગયો હતો અને તાજેતરમાં જ તેને 24 લાખ રૂપિયાનો ચેક મળ્યો છે જેથી તે પોતાને માટે મકાન મેળવી શકે. હયુમન્સ ઑફ બોમ્બે પેજે તાજેતરમાં દેશરાજ સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે 24 લાખના ચેક સાથે જોઇ શકાય છે.
  • આ પેજના કેપ્શનમાં લખ્યું હતું કે દેશરાજજીને તમારો ઘણો સહયોગ મળ્યો છે.તમારા પ્રયત્નોને લીધે આજે તેમની પાસે એક નિશ્ચિત છત છે અને તેઓ આ મકાનમાં તેમની પૌત્રીને ભણાવીને શકશે.આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સોશ્યલ મીડિયા પર લોકોએ પણ આ પોસ્ટની પ્રશંસા કરી દેશરાજને શુભેચ્છાઓ મોકલી હતી.
  • ઉલ્લેખનીય છે કે દેશરાજના બંને પુત્રોનું મૃત્યુ થોડા વર્ષોમાં થઈ ગયું હતું. ત્યારબાદ 7 લોકોના પરિવારમાં જવાબદારી તેમના પર આવી હતી. પત્ની બીમાર પડ્યા પછી દેશરાજની આર્થિક સ્થિતિ પણ કથળી હતી. દેશરાજ મુંબઇમાં ઑટો લઇ અને તે આખો દિવસ ઑટો ચલાવતો હતા અને તેમાં જ સૂતા હતા.જો કે બધી મુશ્કેલીઓ છતાં તે તેની પૌત્રીને ભણાવવા માટે તૈયાર હતા અને તેના નિશ્ચયના કારણે ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે.

Post a Comment

0 Comments