IPS અધિકારીને ટ્રક ક્લીનર સમજી હપ્તો વસૂલવા આવ્યા પોલીસવાળા, જાણો પછી શું થયું

  • મધ્યપ્રદેશમાં એક આઈપીએસ અધિકારીએ ગેરકાયદેસર વસૂલી કરતા પોલીસકર્મીઓને પકડવા ટ્રક ક્લીનરનું રૂપ લીધું હતું અને તેમને રંગે હાથ પકડ્યા હતા. ગ્વાલિયરના આઈપીએસ અધિકારીને છેલ્લા કેટલાક સમયથી ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર વસૂલાતની ફરિયાદો મળી હતી. જે બાદ આ અધિકારીએ આરોપી પોલીસકર્મીઓને પકડવા માટે એક યોજના તૈયાર કરી હતી અને આ યોજના હેઠળ આઈપીએસ અધિકારી ટ્રક ક્લીનર બન્યો હતો અને ચેકીંગ પોઇન્ટ પર પહોંચ્યો હતો. આઇપીએસ અધિકારીને ટ્રક ક્લીનર તરીકે જોઇને કોઈને તેના પર શંકા ન હતી અને અધિકારી સામે હાજર પોલીસકર્મીઓએ લાંચ માંગવાની શરૂઆત કરી હતી.
  • ગ્વાલિયરના એસપી અમિત સંઘીને છેલ્લા ઘણા સમયથી શહેરમાં ગેરકાયદેસર વસૂલાત વધવાના અહેવાલો મળી રહ્યા હતા. પરંતુ તેમની પાસે ગેરકાયદેસર વસૂલી પ્રાપ્તિના કોઈ પુરાવા ન હતા. આ સાથે જ પોલીસે અનેક વાર કાર્યવાહી પણ કરી હતી પરંતુ વસૂલીની ફરિયાદો ઓછી થઈ નથી. વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને એસપીએ આઈપીએસ મોતી-ઉર-રેહમાનને ગ્વાલિયરના પનિયાર પોલીસ સ્ટેશનમાં મુકવા આદેશ આપ્યો. જે બાદ આઇપીએસ મોતી-ઉર-રહેમાન પોતે ટ્રક ક્લીનર બનીને ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
  • આઈપીએસ મોતી ઉર રેહમાન મુજબ તે ટ્રકમાં ગ્વાલિયરના વિકી ફેક્ટરી ચોકડી પાસે પહોંચ્યો હતો. જ્યાં ચેકિંગ પોઇન્ટ લગાવવામાં આવ્યો હતો. આ ચેકિંગ પોઇન્ટ પર ઘણા પોલીસકર્મીઓ તૈનાત હતા. અહીં હાજર એક પોલીસ કર્મચારીએ તેના ટ્રક ને રોકીને હાથને ટ્રક ની અંદર નાખી પૈસા માંગ્યા. પોલીસકર્મી પાસે પૈસા માંગતાંની સાથે જ આઈપીએસ મોતી ટ્રકમાંથી નીચે આવી ગયો અને તેણે પોલીસ કર્મચારીનો ક્લાસ લગાવી દીધો. સામે આઈ.પી.એસ. અધિકારીને જોઇને પોલીસકર્મીઓ ડરી ગયા અને બધાએ તેમની પાસે માફી માંગવાનું શરૂ કરી દીધું. તાલીમાર્થી આઇપીએસએ એસપીને ફોન કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ ચારે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
  • આઈપીએસ મોતીએ આ ઘટના વિશે વિગતવાર સમજાવ્યું હતું કે બપોરના 12.30 વાગ્યે તે વિકી ફેક્ટરી ચોકડી પાસે પહોંચ્યો હતો. જ્યાં સત્યવાન સિંહ, રવિન્દ્ર કુશવાહા, થાહસિંહ સિંહ યાદવ અને મુકેશ શર્મા નામના પોલીસકર્મીઓ તૈનાત હતા. ચારેય અહીંથી પસાર થતા તમામ વાહનોની ગેરકાયદેસર વસૂલી કરવા માટે રોકતા હતા. જ્યારે તેમની પાસેથી વસૂલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ ઝડપાઇ ગયા હતા. જે બાદ રાત્રે ગ્વાલિયર એસપી અમિત સંઘીને ચારેયની માહિતી આપવામાં આવી હતી અને તેમના કહેવા પર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments