DSP પુત્રીને જોય ને ગૌરવથી ફૂલી ગય સબ-ઇન્સ્પેક્ટર પિતાની છાતી, સલામ કરી ખુશી વ્યક્ત કરી

  • છોકરીઓ કોઈ પણ કામમાં છોકરાઓ કરતા પાછળ નથી. પુત્ર જે પણ કરી શકે છે તે દીકરી પણ કરી શકે છે. આજે છોકરીઓ દરેક ક્ષેત્રે પોતાનું ગૌરવ લહેરાવી રહી છે. છોકરાઓની જેમ તેઓ પણ તેમના માતાપિતાનું નામ રોશન કરે છે. જ્યારે કોઈ પિતા તેમના બાળકને કોઈ લક્ષ્ય સુધી પહોંચતા જુએ છે ત્યારે તેની છાતી ગર્વથી ફૂલી જાય છે. આવી જ એક મોમેન્ટ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
  • ખરેખર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ફોટાએ લોકોનું દિલ જીતી લીધું છે. આ ફોટામાં પીઆઈ પિતા તેની ડીએસપી પુત્રીને સલામ કરતા નજરે પડે છે. આ હદયસ્પર્શી તસવીર આંધ્રપ્રદેશ પોલીસના તિરુપતિમાં ફર્સ્ટ ડ્યૂટી મીટ કાર્યક્રમ દરમિયાન લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં પુત્રી અને પિતા એક સાથે મળ્યા હતા અને પુત્રીને જોતા પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ અને સલામી આપી હતી.
  • આ સુંદર ફોટાને આંધ્રપ્રદેશ પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે - આંધ્રપ્રદેશ પોલીસની ફર્સ્ટ ડ્યુટી મીટમાં એક પરિવારને ભેળવી દીધો છે. ઇન્સ્પેક્ટર શ્યામ સુંદરએ ગૌરવપૂર્વક તેમની નાયબ પોલીસ અધિક્ષક પુત્રી જેસી પ્રશાંતિને સલામ કરી.
  • બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો પિતા અને પુત્રી વચ્ચેની આ પળને માણી રહ્યા છે. દરેક જણ આ સુંદર ચિત્રની પ્રશંસા કરતા થાક્યા નથી. તેને ટ્વિટર પર અત્યાર સુધીમાં લગભગ બાર હજાર લાઈક્સ મળી ચૂકી છે અને બે હજારથી વધુ લોકોએ આ ફોટાને રીટ્વીટ કર્યા છે. આ ભાવનાત્મક દ્રશ્ય જોઇને લોકો વિવિધ પ્રકારના પ્રતિક્રિયા આપી રહ્યા છે.
  • અમે તમારા ગર્વનો અનુભવી શકીએ છીએ.
  • એક ખૂબ શાનદાર ક્ષણ
  • આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશનો 'પોલીસ ડ્યૂટી મીટ 2021' કાર્યક્રમ 3 જાન્યુઆરીએ તિરૂપતિમાં થયો હતો. તમને પિતા અને પુત્રીનો આ ફોટો કેવો લાગ્યો?

Post a Comment

0 Comments