Carry Minati એ પેશન માટે છોડી દીધી હતી શાળા, આજે 20 વર્ષની ઉંમરમાં જ કરે છે આટલી અધધ કમાણી

  • કેરી મીનાટી યુટ્યુબ અને સોશિયલ મીડિયાની દુનિયામાં એક મોટું નામ બની ગયું છે. તાજેતરમાં તે ટિકિટોક વપરાશકર્તાઓને રોસ્ટ કરીને ચર્ચામાં આવ્યો હતો. આજે 20 વર્ષિય કેરી મિનાટી કરોડોની સંપત્તિનો માલિક બની ગયો છે. એક સમય હતો જ્યારે કેરીએ તેના પેશનને અનુસરવા માટે ઈંટરમીડીએસ્ટ પરીક્ષા છોડી દીધી હતી. કેરી મીનાટીનું અસલી નામ અજય નાગર છે. તે હરિયાણાના ફરીદાબાદનો રહેવા વાળો છે.
  • જ્યારે કેરી ઈંટરમીડીએસ્ટમાં હતો ત્યારે અર્થશાસ્ત્રનું પેપર ખરાબ ગયું હતું. અભ્યાસ કરતા યુટ્યુબ તરફના વલણને કારણે તેણે પરીક્ષા છોડી દીધી. આ પછી તે ક્યારેય શાળાએ ગયો ન હતો.
  • કેરી મીનાટી ઉર્ફ અજય નાગરે ફક્ત 15 વર્ષની ઉંમરે તેની પ્રથમ યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જો કે તે સમયે તે વધુ સફળ ન હતો.
  • નિષ્ફળતાને છોદ્યો નહિ અને કેરીએ ઇન્ટરની પરીક્ષા છોડ્યા પછી કેરી દેઓલ નામની નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી. આ ચેનલ પર તેણે ઘણા સ્ટાર્સની મીમિક્રી કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેના ફોલોવર્સ વધવા લાગ્યા.
  • કેરીને ખરેખર ઓળખ ત્યારે મળી હતી જ્યારે તેને થોડા વર્ષો પહેલા પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામને રોસ્ટ કર્યો હતો. તે પછી તેના સબ્સ્ક્રાઇબર્સ ઝડપથી વધ્યા.
  • કેરી આજે ભારતના જાણીતા યુ ટ્યુબર્સમાંના એક છે. હાલમાં તેઓ બે ચેનલો ચલાવે છે. એક કેરી મિનાટીના નામથી જેની પાસે 20 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. બીજી ચેનલ Carryslive આના પર તે દરરોજ લાઈવ ગેમ રમતો અને ચીટચેટ કરે છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરી ફક્ત યુટ્યુબ દ્વારા વાર્ષિક 40-50 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ સિવાય તે તેની ચેનલ પર બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપીને મોટી રકમ પણ કમાય છે. ઇન્ટરનેટ પર કેરી મિનાટીની કુલ સંપત્તિ અંગે કોઈ પુષ્ટિ નિવેદન નથી પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર તેની કુલ સંપત્તિ 13 કરોડ છે અને લગભગ 28 કરોડ છે. 2019 માં તેઓ જાણીતા મેગેઝિન ટાઇમ્સ દ્વારા 'નેક્સ્ટ જનરેશન લીડર્સ 2019' ની સૂચિમાં પણ શામેલ થયા હતા.

Post a Comment

0 Comments