દુર્ગંધવાળા શ્વાસથી લઈને જૂની ઈજાઓમાં રાહત આપે છે જાયફળ, ફાયદા જાણીને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત

  • જાયફળ એ રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલામાંથી એક છે. તેમાં કોઈ શંકા નથી કે તે રસોડામાં લાવણ્યને વધારે છે. તેના ઉપયોગથી ખોરાક ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ સુગંધિત પણ બને છે. ખરેખરતો જાયફળમાં ઘણા બધા ગુણો છે કે આજે તે માત્ર રસોડા પૂરતું મર્યાદિત રહી શકતું નથી.
  • ઘણી શારીરિક બિમારીથી માંડીને ત્વચા સંબંધિત સમસ્યાઓ સુધી તેના સેવન અને ઉપયોગથી ખૂબ ફાયદા મળે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો જેવા કે તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામિન બી 1 અને બી 6 વગેરે તેમાં ભરપુર માત્રામાં હોય છે. તેથી જ આપણા પૂર્વજો સદીઓથી જાયફળનો ઉપયોગ કરે છે. અહીં અમે તમને જાયફળના સેવન અને તેના ઉપયોગના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
  • અશુદ્ધિઓ નિકળી જાય છે
  • અશુદ્ધિઓ જે શરીરમાં હોય છે તે જાયફળના સેવનથી શરીરમાંથી બહાર આવે છે. તે કિડની અને યકૃતમાં રહેલ ઝેરને પણ તે દૂર કરે છે. જો તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવે છે તો જાયફળનું સેવન કરવાથી તમે તેમાં આરામ મેળવી શકો છો.
  • જાયફળમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જેથી તે મોની અંદરના બધા ખરાબ બેક્ટેરિયાને દૂર કરે. આ દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરે છે અને દુર્ગંધની તકલીફથી રાહત આપે છે.
  • જૂના જખમ ના ઉઝરડાના કિસ્સામાં
  • ઘણી વખત એવું બને છે કે ઇજાઓ અથવા ઘાવ મટી જતાં હોય છે પરંતુ તેમના નિશાન વર્ષો સુધી રહે છે. જ્યારે ડોક્ટર પાસે જાય ત્યારે તેઓ તેના માટે ઘણા પ્રકારનાં ક્રીમ આપે છે. ઘણા લોકો માટે આ ક્રિમ તેમની ત્વચાને અનુકૂળ નથી આવતી. આવામાં જો જાયફળને સરસવના તેલમાં મેળવીને મસાજ કરવામાં આવે તો ટૂંક સમયમાં જ જૂની ઈજાના આ નિશાન હળવા થવા માંડે છે. શરીરમાંથી આ નિશાન થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જાય છે.
  • જાયફળને પીસીને કાઢવામાં આવેલ રસના થોડા ટીપાં દૂધમાં ભેળવીને અથવા ગુલાબજળ સાથે મેળવીને ચહેરા પર લગાવવામાં આવે તો જાયફળમાં રહેલા એન્ટી-માઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોને કારણે ખીલ માથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ચહેરા પર પેસ્ટ લગાવ્યા પછી તેને થોડો સમય સુકાવા દો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો. આ રીતે ખીલથી છુટકારો મેળે છે અને ત્વચા ગ્લોઇંગ થવા લાગે છે.
  • અનિદ્રામાં પણ લાભ થાય છે
  • જો તમે એવા લોકોમાંથી એક છો જે રાત્રે ઉંઘની અછતને લીધે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા છો તો જાયફળ તમને મદદ કરી શકે છે. આ માટે તમારે ફક્ત દરરોજ એક જાયફળને પીસવું અને તેમાંથી નીકળેલા રસને એક ગ્લાસ ગરમ દૂધ સાથે મિશ્રિત કરવું. તમારે રાત્રે સૂતા પહેલા તેને પીવું પડશે વિશ્વાસ કરો તે તમને ખૂબ સારી ઉંઘ આપશે. સૌથી મોટી વાત એ છે કે તમારી માનસિક શાંતિ બની રહેશે. ઉપરાંત તમે તમામ પ્રકારના તાણથી મુક્ત થશો.
  • લકવા માં પણ જાયફળ લાભ થાય છે. જો શરીરના ભાગો લકવો દ્વારા અસરગ્રસ્ત થાય છે તો જાયફળને પાણીમાં પીસીને અને તેને રોજ લગાવો તો જલ્દીથી તેના ચમત્કારિક પરિણામો જોવા મળશે. તમારે તેને બે થી ત્રણ મહિના સુધી સંપૂર્ણ ધૈર્યથી નિયમિતપણે લાગાવવું પડશે. આ પછી શક્ય છે કે તમારા અવયવો ધીરે ધીરે કામ કરવાનું શરૂ કરે.
  • આ રીતે જાયફળનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ ફક્ત જાણકરી હોવી જોઈએ.

Post a Comment

0 Comments