બાળકોને છોડીને પતિ શાહિદ સાથે ગોવામાં ખાનગી વેકેશન કરવા ગઈ હતી મીરા, હવે તસવીરો થઈ રહી છે વાયરલ

  • બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર પત્ની મીરા કપૂર સાથે વેકેશન પર ગોવા ગયો હતો. ત્યારબાદથી મીરા આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી રહી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ મીરા દ્વારા શેર કરેલી લેટેસ્ટ તસવીરો.
  • શાહિદ અને મીરાનું આ વેકેશન ખાનગી હતું. ત્યાં સુધી કે આ વેકેશનમાં તેણે પોતાના બે બાળકોને પણ સાથે લીધા ન હતા.
  • મીરાનો આ લુકને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા ચાહકો તેના લુકની પ્રશંસા કરી રહ્યાં છે અને તેને ડોલ અને બાર્બી કહી રહ્યા છે.
  • સ્વાભાવિક છે કે મીરાની આ અદભૂત તસવીરો શાહિદે જ ક્લિક કરી છે.
  • શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ જર્સીમાં વ્યસ્ત હતો. આવી સ્થિતિમાં શૂટિંગના ટાઈમટેબલ અને કોરોના બાદ હવે તે પત્ની મીરા સાથે થોડો સમય વિતાવી રહ્યો છે.
  • તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરા બી ટાઉનના સૌથી લોકપ્રિય કપલ છે.
  • શાહિદ અને મીરા ઘણીવાર સોશ્યલ મીડિયા પર એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે અને તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર થોડીવારમાં જ વાયરલ થઈ જાય છે.
  • વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર ખૂબ જલ્દી ફિલ્મ જર્સીમાં દેખાવાનો છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે.

Post a Comment

0 Comments