કરોડોની સંપત્તિ અને વૈભવી બંગલાના માલિક છે કેજીએફ સ્ટાર યશ, પિતા હજી પણ ચલાવે છે બસ

  • કેજીએફ સ્ટાર યશ નેટવર્થ આવક વિકી બાયો ફેમિલી વાઇફ મેરેજ: સાઉથના સુપરસ્ટાર યશની એક મોટી ફેન ફોલોઇંગ છે. તેની ફિલ્મો માટે ચાહકો ક્રેઝી રહે છે. કારકિર્દીમાં 20 જેટલી ફિલ્મો કરી ચુકેલા યશે એક કરતા વધારે બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. કેજીએફ ફિલ્મ થી તેણે કરોડો ચાહકો બનાવ્યા છે.
  • યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે. અગાઉ તે કન્નડ ટીવી સિરિયલોમાં કામ કરતો હતો.
  • યશે વર્ષ 2007 માં ફિલ્મ 'જામ્બડા હુડુગી' થી શરૂઆત કરી હતી. યશે આ પછી ક્યારેય પાછું વળી ને જોયું નહીં.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યશ આશરે 50 કરોડની સંપત્તિનો માલિક છે. યશ પાસે બેંગલુરુમાં આશરે 4 કરોડ રૂપિયાનો લક્ઝુરિયસ બંગલો પણ છે.
  • વાહનોની વાત કરીએ તો, યશની પાસે ઘણી લક્ઝરી કાર છે જેમ કે ઑડી ક્યૂ 7 (રૂ. 1 કરોડ) અને રેન્જ રોવર (80 લાખ રૂપિયા).
  • યશ કરોડોની ફી ચાર્જ લે છે અને વૈભવી જીવનશૈલી જીવે છે,તેના પિતા અરૂણ કુમાર એક બસ ડ્રાઇવર છે અને તે હજી પણ આ વ્યવસાયમાં છે.
  • યશના પિતાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બસ ચલાવીને જ તેણે તેમના પુત્ર યશને ઉછેર્યો અને તેનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરી.
  • તે આ વ્યવસાય છોડવા એટલે નથી માંગતા કારણ કે તેનો પુત્ર આજે આટલો મોટો અભિનેતા આ વ્યવસાય ને કારણે બન્યો છે.
  • યશે કન્નડ અભિનેત્રી રાધિકા પંડિત સાથે પ્રેમ લગ્ન કર્યા છે. બંનેને બે બાળકો છે.

Post a Comment

0 Comments