ધોનીએ મુંબઇમાં ખરીદ્યું નવું ઘર, નિવૃત્તિ પછી આટલા અબજ સંપત્તિની માલિકી ધરાવે છે માહિ

  • ટીમ ઈન્ડિયા માટે બે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની મુંબઈ શિફ્ટ થવા જઇ રહ્યો છે. આ વાત તેની પત્ની સાક્ષીસિંહે કહી છે. સાક્ષીએ તેના નવા ઘરની એક ઝલક સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે.
  • સાક્ષીએ આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી અને લખ્યું અમારું નવું ઘર.
  • મુંબઈમાં મકાનનું નિર્માણ ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ધોની પરિવાર સાથે મુંબઇ શિફ્ટ થશે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોની એન્ટરટેનમેન્ટ નામની એક પ્રોડક્શન કંપની શરૂ કરવા જઈ રહ્યો છે જેના મેનેજિંગ ડિરેક્ટર સાક્ષી પોતેજ બનશે. જો કે હજી સુધી આ અંગે ધોની કે સાક્ષી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
  • ધોની વિશે વાત કરીએ તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. જોકે આઈપીએલમાં તે હજી પણ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.
  • નિવૃત્તિ લીધા પછી પણ ધોનીની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી.
  • CAknowledge.com અનુસાર એમએસ ધોનીની સંપત્તિ 760 કરોડ રૂપિયા છે.
  • ચેન્નાઈ સુપર કિંગ્સ ઇલેવન તરફથી ધોનીને દર વર્ષે 15 કરોડ રૂપિયા ફી મળે છે. તે જ સમયે ધોની હજી એડરટાઈજમેંટથી પણ ઘણી કમાણી કરે છે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોની રાંચીમાં પોલ્ટ્રી ફાર્મનું કામ પણ શરૂ કરવા જઈ રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ધોનીએ 2 હજાર બચ્ચા પણ બુક કરાવ્યા છે.

Post a Comment

0 Comments