એશ્વર્યાને જોઈને જ ફીદા થઈ ગયો હતો રણબીર કપૂર, પછી કર્યું હતું આવું કામ

  • બોલિવૂડનો સૌથી દિલ ફેંક અભિનેતા રણબીર કપૂરે અત્યાર સુધીમાં અનેક અભિનેત્રીઓ સાથે પ્રેમ કર્યો છે. કેટરિના કૈફથી લઈને દીપિકા પાદુકોણ સુધીની અનેક અભિનેત્રીઓ સાથે તેના સંબંધો છે. જો કે હવે તેઓ આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે અને આ બંને જલ્દીથી લગ્ન કરી શકે છે.
  • જોકે રણબીર ઘણી અભિનેત્રીઓ સાથે સંબંધોમાં રહ્યો છે, પરંતુ તેનો કોઈ સાથે લાંબા સમયનો સંબંધ રહ્યો નથી, તેનું કારણ પણ રણબીરના દિલ ફેંકવાના વલણને કારણભૂત ગણાવવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રણબીરે બચ્ચન પરિવારની એશ્વર્યા રાયને પણ તેનું હૃદય આપ્યું છે. જોકે આ પ્રેમ એકતરફી હતો. આ વાતનો ખુલાસો તેણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
  • તમને જણાવી દઈએ કે રણબીર અને એશ્વર્યાએ વર્ષ 2016 માં રિલીઝ થયેલી ફિલ્મ એ દિલ હૈ મુશકીલમાં એક સાથે કામ કર્યું હતું.આ દરમિયાન તે બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. એશ્વર્યા તે ફિલ્મમાં સહાયક ભૂમિકામાં હતી, ત્યારે તેની રણબીર સાથેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
  • આ બંનેનું ફિલ્મમાં ટ્યુનીંગ ખૂબ સારું હતું અને ફિલ્મ પછીના ફોટોશૂટમાં લોકોએ એશ્વર્યા અને રણબીરની કેમિસ્ટ્રીની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં આ ફોટા સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થયા હતા અને આ ફોટા ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે, આ જ કેમિસ્ટ્રી પર ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચાલો જાણીએ, રણબીરે શું કહ્યું…
  • રણબીરે શૂટિંગ સમયનો એક આશ્ચર્યચકિત કિસ્સો કહ્યો…
  • રણબીર કપૂરે આ મુલાકાતમાં ફિલ્મ એ દિલ હૈ મુશકિલના શૂટિંગ સેટની વાર્તા શેર કરી છે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. ખરેખર, રણબીરે ફિલ્મના શૂટિંગ સેટમાં એશ્વર્યાના પહેલા દિવસનો કિસ્સો શેર કરતી વખતે કહ્યું કે જ્યારે એશ્વર્યાના શૂટિંગનો પહેલો દિવસ હતો ત્યારે તેને જોઈને મારી આસપાસના તારાઓ તૂટી પડ્યાં અને વાતાવરણ ખૂબ રોમેન્ટિક બની ગયું.
  • આ સાથે જ તેણે એમ પણ કહ્યું કે જ્યારે એશ શૂટિંગના સેટ પર પહોંચ્ચી ત્યારે ત્યાં હાજર તમામ લોકોનું ધ્યાન તેની તરફ દોર્યું હતું. ત્યારે મારામાં અને અનુષ્કામાં કોઈ રસ નહોતો. રણબીરે મજાકમાં ને મજાકમાં કહ્યું હતું કે 'એ દિલ…'ના શૂટિંગના સેટ પર દરેક એશ્વર્યાની પાછળ પળી ગયા હતા.
  • આ રીતે એશ-રણબીરની પ્રથમ મુલાકાત થઈ
  • રણબીર કપૂરે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તેની અને એશ્વર્યાની વધુ મુલાકાત થઈ હોત,તો તેઓ બેસ્ટ ફ્રેન્ડ બની શક્યા હોત. તેણે કહ્યું કે હું એશ્વર્યાને પ્રથમ વખત ફિલ્મ 'આ અબ લૌટ ચલે' ના શૂટિંગના સેટ પર મળ્યો હતો.આ ફિલ્મમાં એશ્વર્યા મુખ્ય ભૂમિકામાં હતી, જ્યારે મારા પાપા (ઋષિ કપૂર) આ ફિલ્મનું નિર્દશન કરી રહ્યા હતા.
  • રણબીર કહે છે કે તે દિવસોમાં હું માત્ર 14 કે 15 વર્ષનો હતો, પરંતુ એશ્વર્યાએ મારી સાથે નાના બાળકોની જેમ વર્તન કર્યું નહીં. એ વામાં, મારું માનવું છે કે જો તે દિવસોમાં જો અમારી વધુ મુલાકાત થઈ હોત, તો અમે બંને આજે શ્રેષ્ઠ મિત્ર બન્યા હોત.

Post a Comment

0 Comments