ખૂબ ઘમંડી અને ઝઘડાળું છે ટીવી જગતની આ અભિનેત્રીઓ, તેમની સાથે કોઈ કામ કરવા નથી માંગતું

 • નાના પડદે દેખાતી ટી.વી. અભિનેત્રીઓ તેમના પાત્રોને સારી રીતે ભજવે છે અને આ પાત્રોના કારણે જ તેઓ ઘરે ઘરે જાણીતા છે. આજે અમે તમને ટીવી જગતની આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે નાના પડદા પર સંસ્કારી પુત્રવધૂનો રોલ કરે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ઘમંડી અને ઉદ્ધત છે.
 • આ ટીવી અભિનેત્રીઓ ખૂબ ઘમંડી અને ઝઘડાળું છે
 • જેનિફર વિગેટ
 • જેનિફર વિગેટે ખૂબ જ નાની ઉંમરે ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણીને લોકો દ્વારા ખૂબ પસંદ આવી અને તે ધીરે ધીરે ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી બની ગઈ. જેનિફર વિગેટે ઘણા નાટકો કર્યા છે અને તેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. પરંતુ જેનિફર વિગેટના સ્વભાવ વિશે વાત કરવામાં આવે તો તે ખૂબ જ ઘમંડી છે અને તેનો ગુસ્સો હંમેશા સાતમા આસમાને રહે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તેનો મૂડ ખરાબ હોય છે ત્યારે તે શૂટિંગને અધવચ્ચે છોડી દે છે. તેની ઘણી મનામણી કર્યા પછી જ કામ પર પાછી આવે છે.
 • કરિશ્મા તન્ના
 • કરિશ્મા તન્નાએ પોતાની કરિયરની શરૂઆત એકતા કપૂરની સૌથી પ્રખ્યાત સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થી થી કરી હતી. તેને આ શોથી ઓળખ મળી અને તે ઘરે ઘરે જાણીતી બની. ટીવી ઉપરાંત કરિશ્મા તન્નાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને ફિલ્મની દુનિયામાં વધારે સફળતા મળી નથી. આ સિવાય તે બિગ-બોસ શોમાં પણ જોવા મળી હતી. આ શોમાં કરિશ્મા તન્નાનો ઘમંડી દેખાવ જોવા મળ્યો હતો. તે કોઈની સાથે પ્રેમથી વાત નહોતી કરતી અને જો કોઈ તેમની સાથે મોટેથી બોલે છે. તેનો ક્લાસ લગાવી દેતી હતી.
 • કઠોર સ્વભાવને કારણે તે આ શો જીતી શકી નહીં. આ શોમાં ગૌતમ ગુલાટીએ ભૂલથી તેને એક વખત ગાળ આપી હતી. જે બાદ કરિશ્મા તન્નાએ ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં તેણી ઘણીવાર મીડિયાને અપશબ્દો કહેતી જોવા મળી છે.
 • હિના ખાન
 • હિના ખાનને યે રિશ્તા ક્યા નામના શોથી ઓળખ મળી. જ્યારે તેને આ શો મળ્યો ત્યારે તેમનો સ્વભાવ એકદમ સારો હતો. પરંતુ જેમ જેમ તેઓ પ્રસિદ્ધ થવા લાગ્યા તેમ તેમ તેમનો સ્વભાવ પણ બદલાયો. એવું કહેવામાં આવે છે કે એકવાર શોના શૂટિંગ દરમિયાન જ્યારે કોઈ ન્યૂઝ ચેનલે તેનો ઇન્ટરવ્યૂ લેવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેણે ના પાડી અને તેનાથી ગુસ્સે થઈ ગઇ.
 • તેવામાં લાખ મનાવવા છતાં હિનાએ યે રિશ્તા ક્યા કહલાતા હૈ નામનો શો છોડી દીધો હતો કારણ કે તે આ શોથી કંટાળી ગઈ હતી. શો નિર્માતાઓ ઇચ્છતા ન હતા કે તેઓ આ શો છોડી દે અને તેઓએ હિના ખાનને મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેણીએ સાંભળ્યું નહીં.
 • અંકિતા લોખંડે
 • અંકિતા લોખંડેએ પોતે ઘમંડી હોવાનું કબૂલ્યું છે. તેમને પવિત્ર રિશ્તા શો દ્વારા ઓળખ બનાવી હતી. તે જ સમયે તે આ શોમાં કામ કરતી વખતે તેને આશા નેગી સાથે ઘણા મતભેદ થતાં હતા. જેના કારણે આશાએ શો છોડી દીધો હતો. અંકિતા લોખંડેએ શો ઝલક દિખલાજામાં પોતાના વિશે કહ્યું હતું કે તે ઘણી ઘમંડી છે.
 • દ્રષ્ટિ ધામિ
 • જ્યારે દ્રષ્ટિ ધામીની વાત કોઈ માનતુ ન હોય ત્યારે તે શૂટિંગ કે શો છોડી દેવાની ધમકી આપતી હતી. તેમના મૂડને લીધે ઘણી વખત શૂટ બંધ કરવો પડ્યો હતો. એક થા રાજા એક થી રાની શો દરમિયાન દ્રષ્ટિ પોતાનો સાઉન્ડ માઇક કાઢવાનું ભૂલી ગઇ હતી અને મોબાઇલ પર વાત કરવાનું શરૂ કરી દીધૂ હતુ. જ્યારે તેને માઇકની યાદ આવી ત્યારે તેણે સાઉન્ડ એન્જિનિયર પર ગુસ્સે થઈ અને શુટ કરવાની ના પાડી. દૃષ્ટિએ આ ભૂલ માટે માફી માંગી હતી અને તે પછી શૂટિંગ શરૂ થયું. એ જ રીતે તેણે ઝલક દિખલા જા હોસ્ટ રણવીર શોરી સાથે સહયોગ કર્યો ન હતો. જેના કારણે તેઓ ઝલકના હોસ્ટિંગથી બાકાત કરી દેવાય.
 • નિયા શર્મા
 • નિયા શર્મા ઘણી વાર તેના કલાકારો સાથેની લડાઈનો પર્દાફાશ કરતી રહે છે. જમાઈ રાજા શો દરમિયાન પણ તેણે તેના સ્ટાર રવિ દુબે સાથે ઘણી લડાઈ કરી હતી. જો કે પાછળથી તેઓએ આ લડાઈને હલ કરી હતી અને હવે તેઓ સારા મિત્રો બની ગયા છે.

Post a Comment

0 Comments