પાર્વતીના આ શ્રાપને કારણે સળગી ગઈ લંકા, જાણો કેવી રીતે મળી હતી રાવણને લંકા?

  • તમે બધા જાણો છો કે રાવણની સુવર્ણ લંકાને હનુમાનજીએ તેની પૂંછ વડે આગ લગાવી હતી. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે રાવણની લંકાને બાળી નાખવા પાછળ એક મોટુ રહસ્ય છે અને આ રહસ્ય શિવ-પાર્વતી સાથે સંકળાયેલું છે.
  • હિન્દુ શાસ્ત્રો અનુસાર દેવી પાર્વતીના શ્રાપને કારણે લંકામાં આગ લાગી હતી. રામના ભક્ત હનુમાન દેવી પાર્વતીના શ્રાપને પૂરુ કરવા માટેનું એક સાધન હતું. તો ચાલો આપણે જાણીએ દેવી પાર્વતીના શાપને કારણે કેવી રીતે લંકાની આગ શરૂ થઈ…
  • માતા પાર્વતીને મહેલની ઇચ્છા જાગી હતી…
  • બધા જાણે છે કે રાવણે કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી હતી પરંતુ તે લંકા કુબેરની પણ નહતી. પણ તેનું નિર્માણ સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતે કર્યું હતું. તેમ છતાં મહાદેવને કોઈ મહેલની ઇચ્છા ન હતી તેઓ ખૂબ જ સરળ જીવન જીવતા હતા પરંતુ માતા પાર્વતી ઇચ્છે છે કે તેમનું પણ કોઈ ધામ હોય.
  • હકીકતમાં એકવાર દેવી પાર્વતીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કૈલાસ પર્વત પર આમંત્રણ આપ્યું હતું. માતા લક્ષ્મી કૈલાસની ઠંડી સહન કરી ન શકી અને ઠંડીથી ઠૂઠવાવા માંડ્યા. ત્યારે તેણે પાર્વતીને કહ્યું કે તમે રાજકુમારી છો તમે આવા ઠંડા પવનો કેવી રીતે સહન કરી શકો છો? આ સાંભળીને તેને ખૂબ જ ખરાબ લાગ્યું. આ પછી માતા લક્ષ્મીએ શિવ અને પાર્વતીને વૈકુઠ ધામ બોલાવ્યા.
  • થોડા દિવસો પછી મહાદેવ અને પાર્વતી વૈકુંઠ ધામ પહોંચ્યા. ત્યાંની ધન-સંપત્તિ જોઈને માતા પાર્વતીના મનમાં મહેલ બનાવવાની ઇચ્છા જાગી ગઈ. આ પછી તેમણે ભગવાન શિવને એક મહેલ બાંધવવા માટે કહ્યું.
  • પહેલા ભગવાન શિવે ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાર્વતીએ સાંભળ્યું નહીં. આ પછી મહાદેવ વિશ્વકર્માને મહેલ બનાવવાનું કામ સોંપ્યું. થોડા દિવસોમાં વિશ્વકર્માએ ભવ્ય અને સુંદર સોનાની લંકા બનાવી.
  • માતા પાર્વતી સોનાની લંકાના નિર્માણથી ખૂબ જ ખુશ થઈ અને તેણે બધા દેવી-દેવતાને મહેલમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. ઉપરાંત આ મહેલની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાવણના પિતા ઋષિ વિશ્રવાને બોલાવવામાં આવ્યા હતા જે ખૂબ જ્ઞાની અને વિદ્વાન હતા. જ્યારે તેણે આ મહેલ જોયો ત્યારે ઋષિ વિશ્રાવ મોહિત થઈ ગયા.
  • ઋષિ વિશ્રાવે સંપૂર્ણ વિધિ વિધાન સાથે સોનાની લંકાની વસ્તુ પ્રતિષ્ઠાની ઉપાસના કરી. પૂજા પૂર્ણ કર્યા પછી ભગવાન શિવે દક્ષિણા માટે ઋષિ વિશ્રાવને કહ્યું. દક્ષિણામાં ઋષિએ સોનાનો મહેલ માંગ્યો. આ પછી ભગવાન શિવ તેમને ખાલી હાથ જવા દેવા માંગતા ન હતા અને વિશ્રાવ ઋષિને દક્ષિણા તરીકે સોનાની લંકા આપી દીધી હતી.
  • માતા પાર્વતી આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે ઋષિને શ્રાપ આપ્યો કે તમે જે સોનાની લંકા દાનમાં માંગી છે તે એક દિવસ બળી જશે. આ રીતે માતા પાર્વતીના શ્રાપને લીધે હનુમાન જીએ સોનાની લંકા બાળી હતી.

Post a Comment

0 Comments