રવિના ટંડનનો મોટો ખુલાસો, મારું શરીર તાવ થી તપતું હતું અને મને પીરિયડ્સ થતા હતા પણ અક્ષય એ...

  • બોલિવૂડ અને બોલિવૂડના કિસ્સાઓ ખૂબ જ વિચિત્ર છે. કોઈકના નામના કિસ્સા, તો કોઈકની નિંદાના કિસ્સા. અહીં, નવા-નવા સમાચાર સાંભળવા મળે છે. જો સમાચાર કોઈ બોલિવૂડની રંગીન દુનિયાની અંધારુ સત્ય બતાવે છે, તો કેટલાક સમાચાર કોઈ અભિનેતા અથવા અભિનેત્રીની કારકીર્દિ વિશે જણાવે છે.
  • આજે પણ અમે તમારા માટે આવા જ સમાચાર લાવ્યા છીએ. સુંદર અભિનેત્રી રવિના ટંડન અને અક્ષય કુમારનું સુંદર ગીત 'ટીપ-ટીપ બરસા પાની' તમને યાદ જ હશે. અમે તમને તે ગીતની એક રસપ્રદ વાર્તા જણાવશું.આમ તો, બોલીવુડમાં ઘણાં હિટ ગીતોની સૂચિ છે અને આ ગીતોને પણ અલગ શૈલીમાં શૂટ કરવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે આ ગીતોને રેકોર્ડ કરવા માટે અભિનેતાઓ અને અભિનેત્રીઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
  • અમે તમને ફિલ્મ મોહરાના શૂટિંગમાં લઈ જઈએ છીએ. આ ગીત તેના સમયના સૌથી બોલ્ડ અને તીવ્ર ગીતો માંનુ એક માનવામાં આવતું હતું. રવિના અને અક્ષયના આ ગીતે બોલિવૂડમાં ગીતો નો રેકોર્ડ કરવા માટે એક અલગ સ્કેલ બનાવ્યો હતો. ત્યારબાદ, આવો વરસાદનો રોમાંસ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોઇ શકાય છે. આ પ્રકારનો વરસાદનો રોમાંસ પણ પ્રથમ વખત પ્રેક્ષકો ને જોવા મળ્યો હતો.
  • આ ગીતને રેકોર્ડ કરતી વખતે, રવિના ટંડને આકર્ષક પીળારંગની સાડી પહેરી હતી. પીળી સાડી સાથેની તેની બોલ્ડ શૈલીએ બધાને દિવાના બનાવ્યા હતા.તે દિવસોનાં ગીતોમાં,આ એ ગીતોમાંનું એક છે, જેને આજની પેઢી પણ સાંભળે છે અને જુએ છે. પરંતુ તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ સુંદર ગીત બનાવવા માટે, ટીમને વરસાદ પહેલા પરસેવાથી ભીનું થવું પડ્યું હતું.
  • રવિનાએ મોટો ખુલાસો કર્યો
  • અભિનેત્રી રવિના ટંડને જાતે આ ગીતના શૂટિંગ વિશે જણાવ્યું હતું. રવિનાએ એક વાર આ ગીતના રેકોર્ડિંગ વિશે કહ્યું હતું કે, જ્યારે તેને શૂટ કરવાનું હતું ત્યારે મારું આખું શરીર તાવથી તપતું હતું અને મને પીરિયડ્સ આવતાં હતાં. રવિનાના કહેવા પ્રમાણે પીરિયડ્સના કારણે તે ડાન્સ કરતી વખતે ખૂબ જ પીડાઈ રહી હતી, તેમ છતાં તેણે શૂટિંગ કરવાનું બંધ ન કર્યું અને ગીત પૂર્ણ કર્યું. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તેણીને પીરિયડ્સ છે, તો તેણે આ ગીત પછી શૂટ કરવાનું કેમ ન કહ્યું? રવિનાએ કહ્યું, હું મારા શબ્દોની પાકકી છું. મેં શૂટિંગની તારીખ ફાઇનલ કરી હતી તેથી હું મારી વાતથી પાછળ ન હતી શકું.
  • આવી સ્થિતિમાં શૂટિંગ થયું હતું
  • આ ગીત અંગે રવિનાએ એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ ડાન્સનું શૂટિંગ ચાર દિવસ ચાલ્યું હતું અને આ ગીતને કંસ્ટ્રક્શન સ્થળ પર શૂટ કરવામાં આવી રહ્યું હતું. જ્યાં પત્થરો અને ખીલી જમીન પડ્યાં હતાં. પ્રથમ,ગીત વખતે તેની તબિયત ખરાબ હતી અને ઉપરથી તેણે આ ગીતને ઉઘાડાપગે શૂટ કરવું પડ્યું. આ ગીતની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેઓએ વરસાદમાં ભીંજાયેલા આ ગીતને રેકોર્ડ કરવું પડ્યું. અને તે વરસાદ પણ કૃત્રિમ હતો.તેથી તેના પાણીને લીધે તેને તાવ આવ્યો. પછીથી આ ગીત કેવી રીતે બનાવ્યું તે આપણે બધા જાણીએ છીએ.

Post a Comment

0 Comments