જો તમે પણ ખાવો છો આમળા, તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ

  • આમળા એ પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભ માટે જાણીતું છે. આમળા તેના ઘણા ઑષધીય ગુણધર્મો માટે આયુર્વેદિક દવામાં વપરાય છે. જો કે આ સુપરફૂડની કેટલીક આડઅસર પણ થઈ શકે છે. ચાલો જાણીએ અમળાની કેટલીક આડઅસરો વિશે ...
  • આમળા ફાઇબરથી ભરપુર છે. જો તમે મોટા પ્રમાણમાં આમળાનું સેવન કરો છો, તો ઝાડા અને પેટની અન્ય સમસ્યાઓની સંભાવના વધી શકે છે. તેથી, તેનું સેવન નિયંત્રિત માત્રામાં કરવું જોઈએ.
  • કેટલાક લોકોને આમળાથી એલર્જી થઈ શકે છે. આ ફળથી એલર્જી થનાર વ્યક્તિને પેટમાં ખેંચાણ, પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી થવી, ઝાડા અને સોજો આવે છે, તમારા મોંની આસપાસ ખંજવાળ આવે છે. માથાનો દુખાવો અને ચક્કર જેવી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક ફરિયાદો આવી શકે છે.
  • જો તમે શરદી અથવા અન્ય કોઈ બીમારીથી પીડિત છો, તો આવી સ્થિતિમાં તમારે આમળાનું સેવન ન કરવું જોઈએ.
  • આમળા ડાયાબિટીઝના દર્દીઓ માટે સારુ માનવામાં આવે છે. પરંતુ તમારે ડોક્ટરની સલાહ લીધા પછી તેનું સેવન કરવું જોઈએ.

Post a Comment

0 Comments