વિજય શંકર પ્રેમની પીચ પર થયો ક્લીન બોલ્ડ, આ હસીના સાથે કર્યા લગ્ન જુવો તસ્વીરો

  • ભારતીય ટીમ(Team India)ના ઓલરાઉન્ડર વિજય શંકરે(Vijay Shankar)તેની મંગેતર વૈશાલી વિશ્વસ્વરન(Vaishali Visweswaran) સાથે લગ્નસંબંધમાં બાંધાયો છે. શંકરની આઈપીએલ(IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ તેમના લગ્નની તસવીર શેર કરી છે.
  • સનરાઇઝર્સે આપ્યા અભિનંદન
  • વિજય શંકર(Vijay Shankar)ની આઈપીએલ (IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ એ તેમના લગ્નની તસવીર ટ્વિટર પર શેર કરીને અભિનંદન પાઠવ્યા છે. સનરાઇઝર્સે લખ્યું, 'અમે વિજય શંકરને તેમના જીવનના આ ખૂબ જ ખાસ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. અમે તેમના સારા લગ્ન જીવનની ઇચ્છા રાખીએ છીએ. તમને જણાવી દઈએ કે સનરાઇઝર્સ હૈદરાબાદે શંકરને આઈપીએલ 2021 માટે તેમની ટીમમાં પાછો જાળવી રાખ્યો હતો.
  • આઈપીએલ 2020 પહેલા કરી હતી સગાઈ
  • આઇપીએલ 2020 માં દુબઇ જતા પહેલા વિજય શંકરે(Vijay Shankar) વૈશાલી વિશ્વસ્વરન સાથે સગાઈ કરી હતી. શંકરે આ ખાસ પ્રસંગનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
  • 2018 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું
  • 30 વર્ષીય વિજય શંકરે માર્ચ 2018 માં શ્રીલંકા સામે કોલંબોમાં ટી -20 માં ડેબ્યુ કર્યું હતું જ્યારે તેણે જાન્યુઆરી 2019 માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. 3વર્ષ પછી તેણે પોતાના એકલ પના ને છોડી દીધૂ અને કાયમ માટે વૈશાલીનો બન્યો.
  • વિકેટ વર્લ્ડ કપમાં પહેલા બોલ પર જ વિકેટ લીધી હતી
  • તમિલનાડુના રહેવાસી વિજય શંકર ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ 2019 માં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. વર્લ્ડ કપ ટીમમાં તેની પસંદગી અંગે ઘણી ટીકા થઈ હતી પરંતુ વર્લ્ડ કપમાં તેના પહેલા બોલ પર જ વિકેટ ઝડપીને તેનો જવાબ આપ્યો હતો. જો કે બાદમાં તેને ઈજાના કારણે ટીમમાંથી બહાર નીકળવું પડ્યું હતું. અપેક્ષા છે કે લગ્ન બાદ તેનું નસીબ ફરી એકવાર ખુલશે અને તે ભારતીય ટીમની બ્લુ જર્સીમાં જોવા મળશે.

Post a Comment

0 Comments