કોઈ મહેલથી કમ નથી શાહરૂખ ખાનનું દિલ્હી વાળું ઘર, પત્ની ગૌરીએ કર્યું છે રી-ડિઝાઇન જુઓ ઇનસાઇડ ફોટોઝ

 • શાહરૂખ ખાનનું દિલ્હીનું ઘર તેની પત્ની અને ડિઝાઇનર ગૌરી ખાને ફરીથી ડિઝાઇન કર્યું છે. ગૌરી ખાન અને શાહરૂખ ખાને તેમના ઘરની તસ્વીરો ચાહકો સાથે શેર કરી છે. તસ્વીરોમાં શાહરૂખ અને ગૌરીનું ઘર કોઈ મહેલથી ઓછું નથી લાગતું. શાહરૂખ અને ગૌરીએ ખૂબ જ ભાવનાત્મક કેપ્શન લખીને તેમના દિલ્હીના ઘરની ઘણી તસ્વીરો શેર કરી છે. તસ્વીરોમાં ગૌરી તેના ઘરના દરેક ખૂણાને સજાવટ કરતી જોવા મળી રહી છે. કેટલીક તસ્વીરોમાં ગૌરી તેના કુટુંબની તસ્વીરો દિવાલ પર મુકતી જોવા મળી છે, શાહરૂખે આ ફોટા જોયા પછી ગૌરી માટે કપ્શનમાં લખ્યું છે કે તે આપણા ઘરને પ્રેમ અને સપનાથી સજ્જ કર્યું છે. શાહરૂખ અને ગૌરીના દિલ્હીના ઘરની શાનદાર તસ્વીરો જુઓ-
 • શાહરૂખનું આ વૈભવી ઘર દિલ્હીના સાઉથ ઝોનમાં સ્થિત છે. દક્ષિણ દિલ્હી એકદમ સ્ટાઇલિશ માનવામાં આવે છે.
 • શાહરૂખે ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું કે, 'દિલ્હીમાં અમારી પ્રારંભિક જીવનની ઘણી યાદો જોડાયેલી છે'.
 • આ શહેર અમારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. ગૌરી ખાને પ્રેમ અને જૂની પળોને બચાવીને આ ઘરને ફરીથી ડિઝાઇન કર્યું છે.
 • શાહરૂખે તેના ચાહકોને તેમના નવા ઘરમાં આવવાની તક પણ આપી છે.
 • શાહરૂખ કેપ્શનમાં લખે છે..
 • “તમારા માટે આ ઘરે આવવાની તક છે.”શાહરૂખ ખાન અને ગૌરીના આ ઘર માં જવા બે નસીબદાર ચાહકો ને મોકો મળશે.
 • શાહરૂખે એરબીએનબી સાથે ભાગીદારી કરી છે જેના કારણે ચાહકોને અભિનેતાને મળવાની અને તેના ઘરે જવાનો મોકો મળશે.
 • ગૌરીએ કેટલીક તસ્વીરો શેર કરી છે અને સુંદર કેપ્શન દ્વારા ચાહકોમાં પોતાની લાગણી વ્યક્ત કરી છે.
 • ગૌરી લખે છે - આપણું દિલ્હી વાળું ઘર જે આપણી જૂની યાદોથી સ્ંજોયુ ગયું છે. જે આપણે આટલા વર્ષોમાં એકત્રિત કર્યું છે,
 • એક કુટુંબ તરીકે આપણે તે બધી વસ્તુઓને પ્રેમ કરીએ છીએ. મારા માટે તેનું હૃદયમાં એક વિશેષ સ્થાન છે.

Post a Comment

0 Comments