હાર્દિક પંડ્યા કિચનમા વ્યસ્ત, બોલ્ડ ફોટો શેર કરી નતાશાએ મચાવ્યો તહેલકો

  • ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં ઘરે સગર્ભા પત્નીની વિશેષ કાળજી લઈ રહ્યા છે. કેટલીકવાર તે લોકડાઉનમાં ખાલી રસ્તાઓ પર સહેલગાહ માટે નતાશા સ્ટેન્કોવિચને લઈ જાય છે કેટલીકવાર તેણી ને પાણી ભરવામાં મદદ કરે છે. હવે તેણે રસોડાની જવાબદારી લીધી છે. તાજેતરમાં જ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે કઢી બનાવતો જોવા મળી રહયો છે. કોવિડ -19 ક્રિકેટ પ્રવૃત્તિઓ અટકી પડી હોવાથી પંડ્યા ઘરની કામગીરીમાં પોતાને વ્યસ્ત રાખે છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રસોડામાં કંઈક નવું બનાવાનું શીખી રહ્યા છે. જ્યારે નતાશા આ દિવસોમાં તેની ગર્ભાવસ્થાની મજા લઇ રહી છે.
  • પંડ્યાએ તેમના દ્વારા બનાવવામાં આવેલી આ ખાસ વાનગીની તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે. તસવીર જોઇને પંજાબી ગાયિક બાદશાહે લખ્યું, "પબજી થી હવે સબજી."
  • ફ્રી ટાઇમમાં, નતાશા તેનો સમય ઇન્ટરનેટ પર વિતાવે છે. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટા પર તેની એક બોલ્ડ તસવીર શેર કરી છે જેમાં તે બ્લેક કલરની બિકીનીમાં રેતી પર પડેલી જોવા મળી રહી છે. નતાશાએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, "મારે માત્ર સારી માત્રામાં વિટામિન સી (દરિયાઇ) લેવાની જરૂર છે." ગર્ભાવસ્થા દરમિયાન તેણે કહ્યું છે કે તેને 'વિટામિન સી' એટલે કે 'વિટામિન સમુદ્ર' ની સારી માત્રાની જરૂર છે.
  • સર્બિયન નૃત્યાંગના-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ આ દિવસોમાં પંડ્યાની સાથે પંડ્યા પરિવારનો ભાગ બનવા માટે ખૂબ ખુશ છે.
  • નતાશા જલ્દીથી ક્રિકેટર હાર્દિક પંડ્યાના બાળકને જન્મ આપવા જઇ રહી છે. તેનું પંડ્યા પરિવાર ખૂબ ખાતેરદારી રાખી રહ્યું છે.

Post a Comment

0 Comments