વરુણ-નતાશાના લગ્નમાં અમિતાભ અને ગોવિંદાને શા માટે ન અપાયું આમંત્રણ? સામે આવ્યું આ મોટું કારણ

  • અભિનેતા વરૂણ ધવન અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નની વાત હાલમાં બોલીવુડના કોરિડોરમાં ખુબ થઈ રહી છે. તમને જણાવી દઈએકે છેલ્લા રવિવારે એટલે કે 24 જાન્યુઆરીએ બંને લગ્ન ગાંઠમાં બંધાઈ ગયા છે. આ વિશેષ ઘટના અલીબાગના ધ મેન્શન રિસોર્ટ ખાતે યોજાઇ હતી જેમાં બંને પરિવારના નજીકના લોકો અને કેટલાક ખાસ મિત્રો સામેલ થયા હતા.
  • ખરેખર કોરોનાના ખતરાને જોતાં વરૂણ અને નતાશાએ ખુબ ઓછા લોકોને લગ્નમાં આમંત્રણ આપવાનું નક્કી કર્યું હતું એટલું જ નહીં બંનેના લગ્ન તેમના પરિવારના સભ્યો વચ્ચે ખૂબ જ નાના અને સરળ પ્રોગ્રામમાં થયા હતા અને તેથી જ આ લગ્નમાં બોલિવૂડના દીગ્દજોને આમંત્રણ અપાયું ન હતું.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના મહેમાનની યાદીમાં ફક્ત 40 મહેમાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા નામ વરૂણ અને નતાશાના પરિવારના સભ્યોના હતા. આવામાં આ મહેમાનની સૂચિમાં બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન અને ગોવિંદા જેવા અનેક હસ્તીઓની ગેરહાજરીથી દરેક આશ્ચર્યચકિત થઇ ગયા.
  • તમને જણાવી દઇએ કે વરૂણ ધવને તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની જાહેરાત કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ફોટા સાથે વરુણે કેપ્શનમાં લખ્યું કે, "જિંદગી ભર કા પ્યાર આજ મુકમ્બલ હો ગયા" બોલિવૂડ સ્ટાર્સ સહિત ચાહકો વરુણ અને નતાશાને ખુબ અભિનંદન આપી રહ્યા છે.
  • ભવ્ય રિસેપ્શનમાં ભાગ લેશે બોલીવુડની તમામ હસ્તીઓ…
  • અત્યારે વરૂણ અને નતાશા તેમના પરિવાર સાથે 26 જાન્યુઆરી સુધી અલીબાગ રિસોર્ટમાં રોકાશે. જો સૂત્રોની વાત માનીએ તો 26 જાન્યુઆરીએ આ લગ્નનું મિનિ રિસેપ્શન કરવામાં આવશે અને તે પછી જ બધા મુંબઇ પાછા ફરશે. અલીબાગમાં હાલમાં રિસોર્ટની આજુબાજુ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત છે. તેમજ આ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે.
  • મુંબઈ પરત ફર્યા બાદ આ લગ્નનું ભવ્ય રિસેપ્શન 2 ફેબ્રુઆરીએ યોજાશે જેમાં બોલીવુડના તમામ દિગ્ગજો શામેલ હશે. જોકે આ ભવ્ય રિસેપ્શનના સ્થળ અને ઉપસ્થિત રહેનારા મહેમાનોને લગતી માહિતી પાર કોઈ સત્તાવાર મહોર લાગી નથી તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે એક લક્ઝુરિયસ પાર્ટી હશે. જેમાં બોલિવૂડ અને ફેશન ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ પાર્ટી ની સુંદરતા વધારશે.
  • તમને જણાવી દઈએકે વરૂણ અને નતાશા તેમના હનીમૂનની ઉજવણી માટે રિસેપ્શન પછી ખૂબ જ ટૂંક સમયમાં તુર્કી જવા રવાના થશે. સમાચાર એ છે કે બંને તુર્કીના Ciragan Palace Kempinski ખાતે તેમના હનીમૂનની મજા માણશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરિયા કિનારે આવેલી હોટલ ખૂબ જ વૈભવી છે અને રજાને ખાસ બનાવવા માટે બધુ જ ઉપલબ્ધ છે.
  • વરુણ અને નતાશાની લવ સ્ટોરી વિશે વાત કરતા, બંને સ્કૂલના સમયના મિત્રો હતા. ધીરે ધીરે બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને ઘણા વર્ષોના સંબંધો બાદ હવે તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ બંનેના લગ્ન વર્ષ 2020 માં થવાના હતા પરંતુ કોરોના વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને લગ્નનો આ કાર્યક્રમ આગળ ધપાવાયો.

Post a Comment

0 Comments