જ્યારે લાલ રંગની સાડીમાં બોલીવુડ અભિનેત્રીઓએ બતાવ્યો ગ્લેમરસ અવતાર, જુઓ તસ્વીરો

  • બોલીવુડની અભિનેત્રીઓ ઘણીવાર તેમના સાડી લુકને કારણે ઘણી હેડલાઇન્સમાં આવે છે. પછી ભલે તે કોઈ તહેવારનો પ્રસંગ હોય કે કોઈ વિશેષ કાર્યક્રમ આ અભિનેત્રીઓ ઘણીવાર સાડીમાં જોવા મળે છે. ખાસ કરીને લાલ રંગ આ અભિનેત્રીઓનો પ્રિય રંગ છે. પોતાની સુંદરતાના દિવાના બનાવવા માટે આલિયા ભટ્ટ અથવા કરીના કપૂર ખાન અથવા જ્હાનવી અથવા દીપિકા પાદુકોણ બધી લાલ કલરની સાડીઓ પસંદ કરે છે. ચાલો એક નજર કરીએ બોલિવૂડ અભિનેત્રીઓના લાલ સાડી લુક પર
  • આલિયા ભટ્ટની આ તસવીર એક એવોર્ડ ફંક્શનની છે. આ સમય દરમિયાન આલિયાએ વેસ્ટર્ન લુક છોડી સાડી લુક અપનાવ્યો. તે રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેના વાળ કડક બાંધ્યા હતા જે થી તેની સુંદરતા વધુ સારી થઈ રહી હતી. તેના લુકની ખૂબ પ્રશંસા થઈ હતી.
  • કરીના કપૂર ખાન તેની ફેશન સેન્સને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. જ્યાં સાડીઓની વાત આવે છે ત્યાં કરીના પણ સાડી લુકમાં ખૂબ જ જોવા મળી રહી છે. તેણે રા-વન ફિલ્મના ગીત છમક છલોમાં લાલ કલરની સાડી પહેરીને બધાને દિવાના કરી દીધા હતા. તેના આ લુકની ખૂબ પ્રશંસા થઈ હતી.
  • દિવાળીના તહેવાર પર જાન્હવી કપૂરે લાલ રંગની સાડી પહેરી હતી. આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેચિંગ માટે આ સાડી સાથે મેચિંગ કરવા માટે તેણે વર્ક કરેલું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. જાન્હવીએ તેના વાળને વધુ આકર્ષક દેખાડવા માટે ખુલ્લા છોડી દીધા. તેના સિમ્પલ લુકના દરેકે વખાણ કર્યા હતા.
  • લાખો દિલો ની ધડકન કેટરિના કૈફ જ્યારે સાડી પહેરે છે ત્યારે તે પણ કમાલ લાગે છે. પછી જ્યારે રેડ કલરની સાડીની વાત કરવામાં આવે તો કેટરિના આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
  • પ્રિયંકા ચોપડા ઘણી વખત રેડ કલરની સાડીમાં પણ જોવા મળી છે. લાલ રંગની સાડી પણ પ્રિયંકાને ખુબ સૂટ કરે છે.
  • અભિનેત્રી અનુષ્કા શર્માને પણ તેમના લગ્નના રિસેપ્શન દરમિયાન રેડ કલરની સાડી પહેરી હતી. આ લાલ રંગની બનારસી સાડીમાં બધાં અનુષ્કાની સુંદરતાને નિહાળી રહ્યા હતા.
  • મલાઈકા અરોરાને ખૂબ જ ગ્લેમરસ માનવામાં આવે છે. જ્યારે પણ તે સાડી પહેરે છે ત્યારે તેની સ્ટાઇલ હેડલાઇન્સમાં બની જાય છે. આ લાલ રંગની સાડી પણ મલાઈકાએ ખૂબ જ અલગ સ્ટાઇલમાં હાઈ સ્લિટ સાથે પહેરી છે. તેણે પોતાની ફ્યુઝન સાડી સાથે ઘણી હેડલાઈન માં આવી હતી.
  • દીપિકા પાદુકોણ પણ સાડી પહેરવાનું પસંદ કરે છે. તે ઘણીવાર ઇવેન્ટ્સમાં સાડી લુકમાં જોવા મળે છે. આ તસવીરમાં પણ દીપિકા રેડ કલરની સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. આ સાડી લુક સાથે તેણે ભારે જવેલરી પહેરી છે.
  • સારા અલી ખાને પણ એક પ્રસંગે લાલ સાડી સાથે ગોલ્ડન લેગિંગને ટ્વિસ્ટ કર્યું હતું. આ લુકમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

Post a Comment

0 Comments