અબજોની સંપત્તિ અને વૈભવી 'મહેલ'નો માલિક છે સૌરવ ગાંગુલી, દર વર્ષે કરે છે કરોડોની કમાણી

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની રમતથી કરોડો ભારતીયોનું માથું ઉંચુ કર્યું છે. હાલમાં બીસીસીઆઈ પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ કરી રહ્યા છે. સૌરવ ગાંગુલી પ્રમુખ પદ સંભાળવા માટે બીસીસીઆઈ પાસેથી કોઈ પગાર લેતા નથી. જોકે ગાંગુલી હજી પણ વાર્ષિક કરોડોની કમાણી કરે છે.
  • caknowledge.com અનુસાર સૌરવ ગાંગુલીની કુલ સંપત્તિ લગભગ 416 કરોડ છે. તેમાં સૌરવ ગાંગુલીની જંગમ અને સ્થાવર મિલકત બંને શામેલ છે.
  • કોલકાતામાં જ સૌરવ ગાંગુલીનો વૈભવી મહેલ જેવો બંગલો છે.
  • સૌરવ ગાંગુલીનો આ બંગલો અંદરથી ખૂબ જ ભવ્ય છે. સૌરવ ગાંગુલીએ જાતે જ તેના ઘરની અંદરની ઝલક બતાવી છે.
  • ગાંગુલીની પ્રખ્યાત જૂતા કંપની પુમા સાથે કરાર છે. આ માટે તેમને વાર્ષિક 1.35 કરોડ રૂપિયા મળે છે.
  • ડીટીડીસી એક્સપ્રેસ લિમિટેડના બ્રાંડ એમ્બેસેડર તરીકે સૌરવ વાર્ષિક 1 કરોડથી વધુનો ચાર્જ લે છે.
  • આ ઉપરાંત JSW Cement, અજંતા શૂઝ, My 11 Circle, ટાટા ટેટલી, એકિલર લેન્સ અને સેન્કો ગોલ્ડને એડોર્સ કરીને સૌરવ ગાંગુલી મોટી કમાણી કરે છે.
  • સૌરવ ગાંગુલી ગૌતમ અદાણી ગ્રૂપના ફોર્ચ્યુન તેલને પણ એડોર્સ આપે છે. કુલ તે દર વર્ષે ફક્ત એડોર્સમેંટથી જ કરોડોની કમાણી કરે છે.

Post a Comment

0 Comments