આ મહિલા સોશિયલ મીડિયા પર વેચી રહી છે તેના પગની તસ્વીરો, બોલી "મહિનામાં કમાઈ છે 8 લાખ"

  • અમેરિકામાં સ્થિત 22 વર્ષીય મોડેલ ડિઝાયર ગેટ્ટો એક સમયે પ્રોપટીનો વ્યવસાય કરતી હતી અને સરળ જીવનશૈલી જીવતી હતી, પરંતુ તેણે સાઈડ વ્યવસાય માટે મોડેલિંગમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. જેના પછી તેણીને આશ્ચર્ય થયું કે ઘણા લોકો તેમના પગ માટે પાગલ થઈ રહ્યા છે અને તેમના પગના ફોટા માટે હજારો લાખો ખર્ચવા તૈયાર છે.
  • હકીકતમાં, ડિઝાયર ગેટ્ટો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રખ્યાત છે અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જો કે, હવે તેઓ ઑન્લી ફૈન્સ પર વધુ સક્રિય છે અને આ એકાઉન્ટ દ્વારા તેઓ દર મહિને આશરે 8 લાખની કમાણી કરે છે. આ માટે, તેઓએ ફક્ત તેમના પગના ફોટા ક્લિક કરવાના છે.
  • ગેટ્ટોએ કહ્યું કે એક દિવસ એક વ્યક્તિએ મને મૈસેજ કર્યો અને મારા પગના 10 ફોટા માટે 300 ડોલરની ઓફર કરી. આ સિવાય તેની બીજી કોઈ માંગ નહોતી. મને પહેલા આ સમજાયું નહીં, પરંતુ પછી સમજાયું કે લોકોને પગ ને લઈ એક વિચિત્ર આકર્ષણ છે.
  • તમને જણાવી દઇએ કે તે તેના પગનો ફોટો લગભગ 25 ડોલરમાં વેચે છે. તેના પગના ફોટા ઉપરાંત વીડિયો પણ ચર્ચામાં છે. તે ઘણીવાર તેના પગ પર માલિશ કરતો વિડિઓઝ બનાવે છે અને તે પેડિક્યુર પણ બતાવે છે. આ સિવાય તે હિલ્સ પહેરવા અને ઉતારવાના વીડિયો પણ બનાવે છે. તેના વીડિયો ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે.
  • આ સાથે જ તે ફૂટ ક્વિન બનવાની ટીપ્સ પણ શેર કરી છે. તે હંમેશાં તેના ક્લાઈન્ટસને પ્રશ્નો પૂછો કે તેને કેવા ફોટા પસંદ છે. દરેક વ્યક્તિની પસંદગી અલગ હોય છે. આ સિવાય તમે ફેમસ ફુટ ક્વીનનાં ઇન્સ્ટાગ્રામ પેજનો ઉપયોગ કરીને પણ તમે સિખી શકો છો. તેમણે વધુમાં કહ્યું આ જ નહીં, તમે પગના ઝવેરાત, મોજાં અને આ પ્રકારની ઘણી વસ્તુઓની મદદથી તમારા પગને ટ્રેન્ડી અને આકર્ષક બનાવી શકો છો. આ સિવાય ફોટા લેતી વખતે લાઈ પણ ઘણું યોગદાન આપે છે, તેથી સારા કેમેરા અને લાઇટનું પણ ધ્યાન રાખવું જોઈએ.
  • આ સિવાય ડિઝાયર એમ પણ કહે છે કે લોકોને તેમના પગ સાથે કેમ પ્રેમ છે તે સમજી શકી નથી. તેણે કહ્યું કે લોકોને હું ઘણીવાર પ્રશ્ન પણ કરું છું તેઓ હમેશા કહે છે કે તેને મારા પગની બનાવટ ગમે છે. પરંતુ હું તેમની પસંદગી વિશે નિર્ણાયક નથી.
  • જયારે, ડિઝાયરના પતિ 42 વર્ષનાં છે અને તે જ મોટાભાગે તેમના ફોટા લે છે. મોડેલે કહ્યું કે તે પણ પગના પ્રેમ ને સમજી શકતા નથી પરંતુ તેમને કોઈ ફરિયાદ નથી કારણ કે તે બંને આ પૈસા સાથે ઘણી લક્ઝરી રજાઓ પર જાય છે.

Post a Comment

0 Comments