આ 6 બોલિવૂડ હસ્તીઓએ કર્યા છે 3 કે તેથી વધુ વખત લગ્ન, જુવો કોણ કોણ છે સામેલ

  • બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેમણે એક નહીં બે નહીં પરંતુ ત્રણ વખત લગ્ન કર્યા છે. પહેલા લગ્નજીવન થી છૂટા થયા પછી આ સેલેબ્સે પોતાને બીજીવાર અને ત્રીજીવાર તક આપી. ચાલો જોઈએ કે આમાં કયા પ્રખ્યાત સેલેબ્સના નામ છે:
  • શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે પહેલા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા. શાહિદ પંકજ અને નીલિમાનો એકમાત્ર પુત્ર છે. આ પછી તેણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. નીલિમાએ રાજેશ સાથેના લગ્નમાં ઇશાન ખટ્ટરને જન્મ આપ્યો. ત્રીજી વાર નીલિમાએ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા. નીલિમાને રઝાથી પણ 2009 માં છૂટાછેડા મળી ગયા હતા.
  • વિદ્યા બાલનને 2012 માં નિર્માતા સિદ્ધાર્થ રોય કપુર સાથે લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થનું આ ત્રીજું લગ્ન હતું. આ પહેલા તેમના પ્રથમ લગ્ન થોડા વર્ષોમાં જ તૂટી ગયા હતા. આ પછી તેણે એક ટીવી નિર્માતા સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થના 2011 માં તેની સાથે પણ છૂટાછેડા થઈ ગયા હતા.
  • સંજય દત્તે પહેલા રિચા શર્મા સાથે લગ્ન કર્યા. રિચાનું 1996 માં અવસાન થયું હતું. ત્યારબાદ સંજય દત્તે 1998 માં રિયા પિલ્લઇ સાથે લગ્ન કર્યા. રિયા સાથે 2005 માં તેમના છૂટાછેડા થયા હતા. આ પછી વર્ષ 2008 માં સંજય દત્તે મન્યાતા દત્ત સાથે લગ્ન કર્યા.
  • કબીર બેદીએ પહેલા બંગાળી નૃત્યાંગના પ્રતિમા દત્ત સાથે લગ્ન કર્યા. 1974 માં પ્રતિમાથી છૂટાછેડા બાદ કબીરે સુજૈન સાથે લગ્ન કર્યા હતા. પૂજા બેદી સુજૈનની પુત્રી છે. કબીર બેદીએ તેની ત્રીજી ટીવી પ્રેજેંટેટર નીક્કી સાથે લગ્ન કર્યા. બાદમાં કબીરે તેનાથી પણ છૂટાછેડા લીધા અને ત્યારબાદ 71 વર્ષની ઉંમરે પ્રવીણ દુસાંજ સાથે લગ્ન કર્યા.
  • પોતાના જમાંનાના પ્રખ્યાત અભિનેતા કમલ હાસને તેમના પ્રથમ લગ્ન 1978 માં ગણપતિ સાથે કર્યા. બંને 10 વર્ષ પછી અલગ થયા. ત્યારબાદ તેણે અભિનેત્રી સારિકા હસન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી 2004 માં બંને છૂટા થયા હતા. આ પછી કમલ હાસન ગૌતમી સાથે લિવ ઇન રહેવા લાગ્યો. બંનેએ ક્યારેય લગ્નની ઘોષણા કરી નહોતી પરંતુ મીડિયા અહેવાલો અનુસાર બંનેએ લગ્ન કરી લીધાં અને અંતે 2016 માં કમલ હાસન ગૌતમીથી પણ અલગ થઈ ગયો.
  • અભિનેતા કરણ સિંહ ગ્રોવરે 2016 માં બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેણે 2008 માં શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા જે 10 મહિનામાં તૂટી ગયા હતા. 2012 માં કરણે જેનિફર વિગેંટ સાથે લગ્ન કર્યા. જેનિફર સાથે પણ તેણે 2 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.

Post a Comment

0 Comments