પ્રથમ લગ્ન ન થયા સફળ,આ 5 ભારતીય ક્રિકેટરોએ કર્યા છે બે વાર લગ્ન

  • ટેસ્ટ મેચોમાં હંમેશાં જોવા મળે છે કે પ્રથમ ઇનિંગમાં સફળ ન થયા પછી ક્રિકેટરો બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરે છે અને પોતાની રમતથી લોકોના દિલ જીતી લે છે. આવું જ કંઈક વ્યક્તિગત જીવનમાં પણ થાય છે. ઘણા એવા ક્રિકેટરો છે જેમના પહેલા લગ્ન સફળ ન હતા. પરંતુ આ ક્રિકેટરોએ ફરીથી જીવનસાથીની શોધ કરી અને તેમની સાથે હસતાં હસતાં લગ્ન જીવન જીવી રહ્યા છે. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો ઘણા એવા ક્રિકેટર છે જેમણે પહેલા લગ્નની નિષ્ફળતા પછી લગ્ન કર્યા. ચાલો આપણે જાણીએ કે તેમાં કોનું નામ શામેલ છે
  • ટીમ ઇન્ડિયાના ડેશિંગ બેટ્સમેન અને વિકેટકીપર દિનેશ કાર્તિકે પહેલીવાર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. જોકે, નિકિતા અને ક્રિકેટર મુરલી વિજય નું અફેર બાર આવતા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
  • 2015 માં પ્રથમ લગ્નની નિષ્ફળતાને ભૂલીને તેણે દીપિકા પલ્લિકલ સાથે લગ્ન કર્યા. દીપિકા પ્રખ્યાત સ્ક્વોશ પ્લેયર છે.
  • ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે 1999 માં જ્યોત્સના સાથે લગ્ન કર્યા. જો કે, લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2007 માં આ દંપતી છૂટાં પડ્યાં. તસ્વીરમાં શ્રીનાથ સાથે તેની બીજી પત્ની માધવી પત્રાવલી જોવા મળી છે. પત્રકાર માધવી સંગ શ્રીનાથે છૂટાછેડાના થોડાક વર્ષો પછી લગ્ન કર્યા.
  • ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટ્સમેન એવા વિનોદ કાંબલીએ પણ બે લગ્ન કર્યા છે. 1998 માં તેણે બાળપણની મિત્ર નિયોલ લુઇસ સાથે લગ્ન કર્યાં. બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી, કાંબલીએ મોડેલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા.
  • એન્ડ્રીયા અને વિનોદ કાંબલીને એક પુત્ર પણ છે જેનો જન્મ 2010 માં થયો હતો.
  • યુવરાજસિંહના પિતા યોગરાજસિંહે દેશ માટે એક ટેસ્ટ અને 6 વનડે મેચ રમી છે. યોગરાજ સિંહની પહેલી પત્નીનું નામ શબનમ છે યુવરાજ શબનમ અને યોગરાજનો પુત્ર છે.બંને વચ્ચે ના જગળા ને કારણે આ દંપતી એ છૂટાછેડા લીધા હતા. શબનમથી છૂટાછેડા બાદ યોગરાજસિંહે સતવીર કૌર સાથે લગ્ન કર્યા. તસ્વીરમાં યોગરાજ તેની બીજી પત્ની અને બાળકો સાથે જોવા મળી રહ્યો છે.
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન,જેને કલાયના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે નૌરીન સાથે પ્રથમ લગ્ન કર્યા. નૌરીન અને અઝહરને બે પુત્ર, અસદ અને રિયાઝ હતા. જોકે, બંનેના 1996 માં છૂટાછેડા થયા હતા.
  • નૌરીનથી છૂટાછેડા બાદ અઝહરુદ્દીને ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા. સંગીતા બિજલાનીનું નામ પણ સલમાન ખાન સાથે જોડાયેલું છે.સંગીતા અને અઝહરના 2010 માં છૂટાછેડા થયા હતા.

Post a Comment

0 Comments