અઝહરુદ્દીનથી ઝહીર ખાન સુધી: આ 5 ક્રિકેટરોએ ધર્મની દિવાલ તોડી હિન્દુ છોકરી સાથે કર્યા લગ્ન

  • કોઈએ સાચું કહ્યું છે કે પ્રેમ ને ધર્મની બેડીયો માં બાંધી શકાતો નથી. ઘણા લોકોએ તે સાબિત પણ કર્યું છે. એવા ઘણા ક્રિકેટરો રહ્યા છે જેમણે પોતાનો પ્રેમ પૂરો કરવા માટે તેમના ધર્મ અને જાતિની દિવાલો તોડી નાખી હતી. ભારતીય ટીમમાં રહેલા કેટલાક મુસ્લિમ ક્રિકેટરોએ હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. ચાલો આવા ક્રિકેટરો પર એક નજર નાખીએ
  • મોહમ્મદ કૈફે પૂજા યાદવ સાથે લગ્ન કર્યા છે. વર્ષ ૨૦૧૧ માં લગ્ન સમયે પૂજા યાદવ દિલ્હીની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી.
  • ઝડપી બોલર રહી ચૂકેલા ઝહીર ખાને વર્ષ 2017 માં અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા.
  • પૂર્વ ક્રિકેટર સબા કરીમે 1989 માં રશ્મિ રાય સાથે લગ્ન કર્યા હતા. રશ્મિ હિન્દુ પરિવારની હતી.
  • પૂર્વ ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીએ ફિલ્મ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન 1969 માં થયા હતા.
  • મોહમ્મદ અઝહરુદ્દીને 1987 માં નૌરીન નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. 1996 માં અઝહરે નૌરીન સાથે છૂટાછેડા લીધા હતા અને ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા. અઝહરે 2010 માં સંગીતાથી પણ છૂટાછેડા લીધા હતા. આ દિવસોમાં તે અભિનેત્રી મોનિકા બેદી સાથેના તેના સંબંધોની ચર્ચામાં છે.

Post a Comment

0 Comments